• Gujarati News
  • National
  • વ્યારાથી ગેરકાયદે રેતી ભરેલી 3 ટ્રક ઝડપાઇ

વ્યારાથી ગેરકાયદે રેતી ભરેલી 3 ટ્રક ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં અવારનવાર ઓવરલોડ અને રેતી રોયલ્ટી ચોરીના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. એવી વ્યાપક ફરિયાદો ઊઠી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા ન હતાં. આખરે ખાન ખનીજ વડોદરા વિભાગ દ્વારા તાપી જિલ્લાના વ્યારાના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. રેતી ભરેલી બે ઓવરલોડ ડમ્પર અને રેતી ભરી એક રોયલ્ટી વિનાની એક મળી કુલ ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી. ટ્રકો અને રેતી કબજે કરી વ્યારા પોલીસ મથકે મૂકી દેવાયા હતા. તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા સક્રિય થઇ એ જરૂરી છે.

તાપી જિલ્લાના વ્યારા સહિત અન્ય તાલુકાઓમાંથી તાપી નદીમાંથી રેતીની ઓવરલોડ જથ્થો ટ્રકોમાં ભરી તેમજ રોયલ્ટી ચોરી કરી ટ્રકચાલકો સરકારી ચોપડે લાખો રૂપિયાના કરી નુકસાન પહોંચાડી દેતા હોય છે. જેને લઇ તાપી જિલ્લા અવારનવાર ફરિયાદો ઊઠે છે પરંતુ તાપી જિલ્લા ખનીજ વિભાગ ચેકિંગના સબ સલામત બતાવી દઈ છે. મંગળવારના રોજ તાપી જિલ્લા ખાતે વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારી પી આર વિરડીયા અને ટીમ દ્વારા વ્યારાના વિવિધ વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું છે. જે દરમિયાન ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પરો નં (ડીએન- 09 પી- 9235) અને (જીજે -05 બીએચ- 4809) ઝડપી પડ્યા હતા. સાથે એક રોયલ્ટી વગર (જીજે -05 બીયું 7987) ને ઝડપી પડી ત્રણેય ટ્રકો ને વ્યારા પોલીસ મથકમાં મૂકી દેવાઈ હતી. અને દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લા ખાતે ખાણ ખનીજ વિભાગ સક્રિય બની એ જરૂરી છે.

વડોદરા ખાણખનીજ વિભાગની ટીમે કબજે કરેલ રેતી ભરેલી ટ્રકો.

અન્ય સમાચારો પણ છે...