તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોરી પ્રકરણના 4 વોન્ટેડને પકડવા વ્યારા પોલીસના દાહોદમાં ધામા

ચોરી પ્રકરણના 4 વોન્ટેડને પકડવા વ્યારા પોલીસના દાહોદમાં ધામા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગર ખાતે 8મી જૂનના રોજ ફ્લાવર સિટીમાં એક ઘરના પાછળના ભાગે મૂકેલી બારીમાંથી તસ્કરો પ્રવેશી ઘરમાં મૂકેલા કબાટમાંથી સોનાના ચાંદીના દાગીના મોબાઈલ મળી કુલે 1.94 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં.

એલસીબીએ ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીને પકડી લીધા હતા, જ્યારે 4ને વોન્ટેડ હતા, જેને પકડવા વ્યારા પોસઈની આગેવાની એક ટીમ દાહોદ પહોંચી હતી. ગત 8મી જૂને વ્યારા નગર ફ્લાવર સિટીમાં રહેતા નામદેવભાઈ કેદાર વાઘના ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હતાં. ઘરમાં મૂકેલા કબાટનું તાળુ તોડી અંદર મૂકેલું સોનાનું મંગળ સૂત્ર 2 તોલા, સોનાનું પેન્ડલ 1 નંગ, રોકડા 1.70 લાખ, સોનીનો મોબાઈલ કિંમત 3000 તેમજ અન્ય એક મોબાઈલ તેમજ બાજુના રૂમમાંથી ચાંદીના સાંકડા, કડા અને સિક્કા મળી અનુસંધાનપાના નં. 2

ફ્લાવરસિટીમાં થયેલી ચોરીની ઘટના સંદર્ભે કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...