Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રસોઈ બનાવતાં ચૂલામાં ભડકો થતાં સગર્ભા દાઝી
વ્યારાતાલુકાના કાટકૂઈ ગામે નિશાળ ફળિયામાં રહેતી 19 વર્ષીય પરિણીત મહિલા ગત 13મી જુલાઈએ ઘરમાં ચુલામાં રાંધતી વેળાએ કેરોસીન નાંખવા જતાં ભડકો થયો હતો. જેને લઈ સગર્ભા પરિણીતા દાઝી જતાં પ્રાથમિક સારવારમાટે વ્યારા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે લઈ જવાઈ હતી.
અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા તાલુકાના કાટકુઈ ગામે નિશાળ ફળિયામાં નિકુંજભાઈ નારણભાઈ ગામીત તથા તેની પત્ની મહિમા ગામીત સાથે રહેતા હતાં. પત્ની મહિમા ગામીત ત્રણ માસ સગર્ભા હતી. 13મી જુલાઈના રોજ બપોર મહિમાબહેન ઘરમાં ચુલામાં કેરોસીન નાંખતા ભડકો થતાં તેના કપડા પર આગ લાગતાં મોઢા તથા સાંથળ સુધી શરીરે અને બંને હાથે દાઝી જતા પરિવારજનો દ્વારા પ્રાથમિક સારવાર વ્યારા ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ ખાતે લઈ જવાઈ હતી. અંગે વ્યારા ખાતે ઝીરો નંબરની કેસ આવતા લગ્ન ગાળા ચાર માસનો હોવાના કારણે સમગ્ર બનાવની તપાસ વ્યારા ડીવાયએસપી ભગીરથ ગઢવીએ હાથ ધરી છે.