તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંધારવાડી ગામે સસ્તા અનાજનો પરવાનો ત્રણ માસ માટે રદ્દ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધારવાડી ગામે સસ્તા અનાજનો પરવાનો ત્રણ માસ માટે રદ્દ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોલવણતાલુકાના અંધારવાડી દૂર ગામે વ્યાજબી અનાજની દુકાન ચલાવતાં સંચાલક દ્વારા પંથકના કાર્ડધારકોને અનાજ વિતરણમાં ગેરરીતિ કરતાં હોવાની ફરિયાદ થતાં જે અંતર્ગત તાપી પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જેમાં ક્ષતિ નજરે પડતાં સંચાલકનો પરવાનો ત્રણ માસ માટે મોકૂફ કરી દેવાયો હતો.

ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર વ્યાજબી ભાવની દુકાન પરવાનો કસ્તુરબહેન સંજયભાઈ ગામીત દ્વારા પંથકના કાર્ડ ધારકોને અપૂરતુ અનાજ વિતરણ કરવાની વ્યાપક ફરિયાદોના પગલે જે અંગે પુરવઠા વિભાગની ટીમ દ્વારા અંધારવાડીદૂર ખાતે તપાસ હાથ ધરતાં જેમા અનેક ક્ષતિઓ જોવા મળતાં જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બે દિવસ પહેલા અંધારવાડી દૂર ગામની વ્યાજબી ભાવનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ કાર્ડધારકોને દુવિધા પડે તે માટે પીઠાદરા ખાતે વ્યાજબી ભાવની દુકાને ચાર્જ આપી દેવાતા કાર્ડ ધારકોની મુશ્કેલી દૂર કરાય હતી. તાપી જિલ્લા ખાતે રેશનિંગની દુકાનદારો પર અવાર નવાર તંત્ર દ્વારા ચેકિંગ કરે અને ગેરપ્રવૃત્તિ કરતાં પરવાના રદ્દ થાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો