તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાઇક અડફેટે પગપાળા જઇ રહેલા વૃદ્ધનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક અડફેટે પગપાળા જઇ રહેલા વૃદ્ધનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોલવણગામની સીમમાં પગપાળા પસાર થતાં ઈસમને મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતાં ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સુરત ખાતે ખસેડાયા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાઈકલ પર બેઠેલ 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી.

ડોલવણ ગામના પેલાડ ફળિયા ખાતે રહેતા હરસિંગભાઈ માસાભાઈ ચૌધરી (60) ગતરોજ પગપાળા મહાકાળી માતાના મંદિર પાસે પગપાળા પસાર થઈ રહ્યાં હતાં તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી મોટરસાઈકલ નં (GJ-21A-7405)ના ચાલકે હરસિંગને ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સુરત ખાતે ખસેડાયા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર મોટરસાઈકલ ચાલક સાથે પાછળ બેઠેલ ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે અંગે સંજય ચૌધરીએ ડોલવણ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો