તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આચાર્યએ ધો.6ની વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્યએ ધો.6ની વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના ડોલવણ તાલુકા ખાતે આવેલ નવજોત આશ્રમશાળાના ધોરણ 6માં અભ્યાસ કરતી માસૂમબાળા પર ગત 12મી જુલાઈના રોજ રાત્રે 11.00 કલાકે દુષ્કર્મ કરવાના ઈરાદે આચાર્યએ બાળાને બોલાવી કપડા કાઢી છેડતી કર્યાનો આક્ષેપ કરતી અરજી બાળા તથા પિતાએ કરતાં ચકચાર મચી જવા પામી છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે પદમડુંગરી ગામે નવજાગૃતિ સેવા મંડળ સંચાલિત કાકડવા સંચાલિત નવજોત આશ્રમશાળા કાર્યરત છે. જે આશ્રમશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં નિલેશભાઈ ફતેસિંહ પરમાર (રહે. ઘાણી, તા. ડોલવણ, તાપી). ગતરોજ આશ્રમમાં ધોરણ 6માં ભણતી માસૂમ બાળા અને તેના પિતાએ ટ્રસ્ટને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 12મી જુલાઈના રોજ શાળાના આચાર્ય નિલેશભાઈ એફ પરમાર બાળાને રાત્રે 11.00 કલાકે દુષ્કર્મ આચરવાના ઈરાદે બોલાવી હતી. અને એના કપડા કાઢી છેડતી કરી હતી. જે બાબતે યોગ્ય તપાસ કરવાની માંગણી કરાઈ હતી. જેના પગલે આજરોજ શાળા ખાતે નવજાગૃતિ સેવા મંડળ કાકડવાના પ્રમુખ અરૂણભાઈ બી. ચૌધરીએ તપાસ કરવા શાળાએ આવતાં જ્યાં વાલીઓ અને સાગાસંબંધી દ્વારા રૂબરૂ તેમને ફરિયાદ કરી હતી. જેને લઈ સ્થળ પર પ્રમુખ દ્વારા આચાર્ય નિલેશભાઈ પરમારને ટેલિફોનિક સંપર્ક કરતાં સ્વીચ ઓફ આવતાં તાત્કસાલિક પ્રમુખ દ્વારા આચાર્યને લેખિત નોટિસ આપી આશ્રમશાળામાં અભાયાસ કરતી બાળા સાથે દુષ્કર્મ કરવા બાબતે ખુલાસો માંગી આચાર્ય સામે કેમ શિક્ષાત્મક પગલાં લેવા અથવા પોલીસ ફિરયાદ કરવા ફરજ પડશે. તાત્કાલિક મંડળને જાણ કરી હાજર રહેવા જણાવ્યું હતું.

આચાર્ય કોઈને જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયા

ડોલવણનાનવજોત આશ્રમશાળાના આચાર્ય પર દુષ્કર્મના આક્ષેપ પગલે ગત 15મી જુલાઈના રોજથી સવારે 11.45 કલાકની હાજરી પત્રકમાં સમય દર્શાવી અધિકૃતની રજા વગર તેમજ કોઈને પણ જાણ કર્યા વગર કેમ્પસ છોડી દેવાના પગલે શંકકુશંકા ઉઠી હતી.

આચાર્યએ ફોન કટ કર્યો

ઘટનાઅંગે શાળાના આચાર્ય નિલેશભાઈ પરમાનો મોબાઈલ સંપર્ક કરતાં તેમના નંબર પર રોંગ નંબર હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો. અને ત્યારે બાદ સંપર્ક સાધવાના પ્રયાસો કરવા છતાં તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.

પોલીસ ફરિયાદ કરાશે

^શાળાના આચાર્ય નિલેશ પરમાર વિરુદ્ધ કારણદર્શક નોટિસ આપી દેવાય છે. જેના જવાબ મળે તો વાલી અથવા શાળા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે. > અરૂણભાઈબી. ચૌધરી, પ્રમુખનવજાગૃત સેવા મંડળ કાકડવા

ડોલવણના પદમડુંગરી ગામની આશ્રમશાળામાં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો