• Gujarati News
  • National
  • વ્યારામાં આદિવાસી વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

વ્યારામાં આદિવાસી વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસીવિકાસ યાત્રા તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે સર્કિટ હાઉસ ખાતે આવી હતી. જ્યાં ઢોલનગારા સાથે વાજતે ગાજતે તાપી જિલ્લા ભાજપ સંગઠન અને મહિલા મોરચાએ સ્વાગત કરાયું હતું.

ઉનાઈથી શરૂ થયેલ આદિવાસી વિકાસ યાત્રા ગતરોજ સાંજે તાપી જિલ્લાના વ્યારાના ભેંસકાત્રીથી પ્રવેશી હતી જે બાદ વ્યારા સર્કિટ હાઉસ ખાતે આવી હતી. જ્યાં ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સહિત વિવિધ આગેવાનોને આવકાર અપાયો હતો. તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીત તેમજ જિલ્લાના હોદેદાદરો અને કાર્યકર્તા તેમજ વ્યારા પાલિકાના પ્રમુખ દિપાલીબહેન પાટીલ અને મહિલા મોરચા સભ્યઓ દ્વારા આરતી ઉતારી સ્વાગત કરાયું હતું. જે બાદ બીજા દિવસે વ્યારાથી મહિલાઓ દ્વારા યાત્રાને શુભેચ્છા સાથે વિદાય કરાઈ હતી.

વ્યારામાં પહોંચેલી વિકાસ યાત્રામાં જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...