તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | વ્યારા નગરમાં રહેતા 100 વર્ષીય વૃદ્ધ ઊકાજીભાઈ કેશવભાઈ ચૌધરીએ કહ્યુ ં‘હું વર્ષે પણ મ

ભાસ્કર િવશેષ | વ્યારા નગરમાં રહેતા 100 વર્ષીય વૃદ્ધ ઊકાજીભાઈ કેશવભાઈ ચૌધરીએ કહ્યુ ં‘હું વર્ષે પણ મતદાન કરીશ’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગર ખાતે પરિવાર સાથે રહેતા અને આઝાદી બાદ તમામ ચૂંટણી માં મતદાન કરી ચૂકેલા ઊકાજીભાઈ ગામીત વર્ષે પણ ઉત્સાહ ભેર મતદાન કરશે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે, ‘લોકશાહીમાં દરેકે મતદાન કરવું જોઈએ’.

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં સમાવિષ્ટ વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકો માં નવા 15,743 યુવા મતદારો ચૂંટણી વિભાગને ચોપડે વખતે નોંધાયા છે. યુવાનો પહેલીજવાર મતદાન કરનાર છે. જયારે 33 જેટલા મતદારો એવા છે. જેમણે દેશની આઝાદી બાદની થયેલી તમામ ચૂંટણીઓને પ્રત્યક્ષ નિહાળી છે અને તેમાં અચૂક મતદાન પણ કર્યું છે. વ્યારા નગરમાં રહેતા 100 વર્ષીય વૃદ્ધ ઊકાજીભાઈ કેશવભાઈ ચૌધરી ની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી ની દરેક ચૂંટણીમાં તેમણે ઉતસાહ પૂર્વક મતદાન કર્યું છે. તેઓ વ્યારા તાલુકા ના ગાળકૂવા ગામ ના વાતની અને હાલ વ્યારા નગર ખાતે રહે છે. તેમનો જન્મ 31 07 1917 ના રોજ થયો છે. હાલ વ્યાર નગર ખાતે પાંચ પુત્રી અને 2 પુત્રો સહિતના પરિવાર સાથે નિવૃત્તિ નું જીવન ગુજારે છે. તેમણે તે સમયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી વિવિધ શાળાઓ માં શિક્ષક તરીકે સેવા આપીને આચાર્ય તરીકે નિવૃત થયા હતા.

ભારતને 1947 માં આઝાદી મળી ત્યાર બાદ આવેલી તમામ ચૂંટણી સ્થાનિક, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીઓમાં ઉત્સાહ ભેર મતદાન કર્યું છે. તે સમય અને આજની ચૂંટણી બાબતે તેઓ જણાવે છે કે, પેહલા ના સમય માં કોઈ જાત ના પલોભન અપાતા હતા, અને ઘર ઘર પ્રચાર પણ કરાતો હતો. સાથે ઉમેદવારો દબાણ પણ કરતા.

હવે ના સમય માં ઉમેદવારો ઘરે ઘર જઈ પ્રલોભન આપી પોતા ને મતદાન કરવા સમજાવે છે. 100 વર્ષીય વૃદ્ધ ઊકાજીભાઈ દ્વારા ઉત્સાહભેર મતદારો ને જણાવે છે કે લોકશાહી માં મતદાન કરવું ખુબ જરૂરી છે.દરેક મતદાતા લોકશાહી ને જીવંત રાખવા અચૂક મતદાન કરવું જરૂરી છે.

વ્યારા નગર ખાતે રહેતા 100 વર્ષીય વૃદ્ધ ઊકાજીભાઈ ગામીત વર્ષે પણ મતદાન કરશે.

‘મેં આઝાદી બાદની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે’

અન્ય સમાચારો પણ છે...