તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લાના 237 ગામોમાં સામૂહિક સફાઇ ઝુંબેશ

તાપી જિલ્લાના 237 ગામોમાં સામૂહિક સફાઇ ઝુંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના 237 ગામોમાં સામૂહિક સફાઇ ઝુંબેશ

વ્યારા | સમગ્રરાજયમાં ચાલી રહેલા લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહ અંતર્ગત આજે તા ૨૭/૦૯/૨૦૧૬ના રોજ જિલ્લાના ૨૩૭ ગામોમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહ અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચાલી રહેલા લોક સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહ અંતર્ગત જિલ્લાના ૨૩૭ ગામોમાં સઘન સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામોમાં રેલીઓ અને શેરી નાટકો જેવા કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સામૂહિક ગ્રામ સફાઇ અભિયાન દરમિયાન જિલ્લા કલેકટર બી.સી પટણીની પ્રેરક ઉપસ્થિતિ રહેવા પામી હતી. ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે વસાવા, નોડલ અધિકારીઓ, સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમના કર્મચારીઓ, સખીમંડળની બહેનો,તલાટીઓ, ગ્રામજનોએ સફાઇ અભિયાનમાં ભાગ લીધો હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...