• Gujarati News
  • National
  • નમો હાઈટ્સના માલિકને બાંધકામ બંધ કરવા નોટિસ

નમો હાઈટ્સના માલિકને બાંધકામ બંધ કરવા નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગર ખાતે કાનપુરા વિસ્તારમાં વિવિધ બિલ્ડિંગના નિર્માણ થઈ રહ્યાં છે. તેમાં એક નવનિર્માણ થઈ રહેલા નમો હાઈટ્સ બિલ્ડિંગના બાંધકામને ગતરોજ વ્યારા નગરપાલિકા દ્વારા વિકાસ પરવાનગી બાબતે કેટલીક ક્ષતિઓના કારણે બાંધકામ બંધ કરાવતાં ચકચાર મચી હતી. બિલ્ડિંગનું બાંધકામ નગરપાલિકાએ અટકાવતાં નગરના અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

હાલમાં તાપી જિલ્લામાં વિવિધ બિલ્ડિંગના બાંધકામો થઈ રહ્યાં છે. તેના રિવાઈઝ્ડ પ્લાનના નામે વિકાસના ઓથા હેઠળ વિવિધ પરવાનગી બિલ્ડરો દ્વારા મેળવવામાં આવે છે. પરવાનગી હેઠળ બિલ્ડરો દ્વારા વધુ બાંધકામ કરાઈ રહ્યાં છે. આવા બાંધકામોમાં પણ ચેકિંગ કરવામાં આવે તેવી માગ છે. વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં સીટી સરવે નં 2847 (બ), 2848, 2849 માં ધનસુકભાઈ એ. પંચાલ દ્વારા નમો હાઈટ્સ નામની બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. નગરપાલિકા પાસે તેણે વિકાસ પરવાનગી માટે મંજૂરી માગી હતી. અન્વયે નગરપાલિકાની ટીપી કમિટી દ્વારા વિવિધ નિયમો અનુસાર વિકાસ પરવાનગી આપી હતી. ત્યારબાદ બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેવાયું હતુ. ત્યારબાદ બાંધકામ બાબતે વિવાદ ઊભો થતાં તે અંગે નગરપાલિકાને ફરિયાદ થઈ હતી. નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન કેટલીક ક્ષતિઓ નજરે પડતાં પાલિકાએ ગતરોજ નમો હાઈટ્સના માલિકને કામ બંધ કરવા લેખિતમાં સૂચના આપી દીધી હતી. આથી બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. પાલિકા દ્વારા વ્હાલા દવલાની નીતિ બંધ કરી તમામ બિલ્ડરોને એક સરખો ન્યાય આપે એવી માંગ ઉઠી છે.

કેટલીક ક્ષતિઓના કારણે કામ અટકાવાયું

^વ્યારા નગરના કાનપુરા સિટી સરવે નં 2847 (બ), 2848, 2849માં વિકાસ પરવાનગી બાબતે કેટલીક ક્ષતિઓ તપાસ દરમિયાન સામે આવી છે. બાબતને કારણે હાલ બિલ્ડિંગનું બાંધકામ સ્ટોપેજ કરાવ્યું છે. > મીત્તલપટેલ, સીઓ,વ્યારા પાલિકા

અન્ય સમાચારો પણ છે...