• Gujarati News
  • National
  • ડોલવણ તાલુકામાં ચોવીસ કલાકમાં 10 ઈંચ

ડોલવણ તાલુકામાં ચોવીસ કલાકમાં 10 ઈંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે મેઘરાજા દ્વારા ધામો નાખી દેતા પાંચ દિવસથી મેઘરાજા હળવા ભારે વરસાદથી પોતાની હાજરી પુરાવી રહ્યા છે. ડોલવણ તાલુકા ખાતે શુક્રવાર છેલ્લા ચોવીસ કલાકમાં સવારે 6 કલાક સુધી ડોલવણ તાલુકામાં 249 મિમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પંથકના વિવિધ નદી, નાળા અને કોતરો છલકાતા માર્ગોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા હતા. જોકે, શુક્રવારે વરસાદે વિરામ લેતા પંથકના પાણી ઓછા થતા વિરામ લેતા પાણી ઓસર્યા હતા.

ડોલવણ તાલુકા ખાતે શુક્રવાર સવારે 6 કલાક સુધીમાં 249 મિમિ વરસાદ ચોપડે નોંધાઈ ગયો હતો. જેના કારણે ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકામાં પાણીથી તરબોળ થઈ ગયો હતો. ડોલવણ તાલુકામાં આવેલા ઉમરવાવ નજીકનો ક્રોઝવે, પીઠાદરનો ક્રોઝવે પાણીમાં ડૂબી ગયા હતા. પંથકમાં વેહતી નદી અને કોતરો તેમજ ખાડીઓમાં વરસાદી નીર ઉમેરાતા ઘોડાપુર સાથે વહેવા માંડી હતી. જેની સાથે ડોલવણ તાલુકાના તકિઆંબા, બેસણીયા, કણધા, જામણીયા, બરડીપાડા, ધાગધાર, હરિપુરા, કલમકૂઈ, આમણીયા, આસોપાલવ સહીત ગામોને જોડતા માર્ગો પર પાણી ફરી વળતા ગતચોવીસ કલાક દરમિયાન સંપર્ક વિહોણા થયા હતા. વિવિધ ગામોમાં પાણી ભરવાના કારણે જનજીવન અસત વ્યસ્ત થયું હતું. શુક્રવારે મેઘરાજાએ વિરામ લેતા પૂરના પાણી ઉતારતા જનજીવન થાળે પડ્યું હતું. સાથે ક્રોઝવે પર પાણી ઉતરતા ફરી વાહન વ્યવહાર શરૂ થયો હતો. જોકે, 10 ઈંચ વરસાદના કારણે ખેડૂતો ના પાકને નુકસાન પહોંચ્યું હતું.

2 કોઝવે ઉપરાંત તાલુકાના અનેક માર્ગ પર પાણી ફરી વળતાં 12 જેટલાં ગામો સંપર્કવિહોણા

અન્ય સમાચારો પણ છે...