• Gujarati News
  • National
  • તાપી જિલ્લા આદિજાતિ મોરચાની પ્રથમ કારોબારી મિટિંગ યોજાઇ

તાપી જિલ્લા આદિજાતિ મોરચાની પ્રથમ કારોબારી મિટિંગ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુરઉચ્છલના ગાંધીનગર ખાતે આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાના સાંનિધ્યમાં તાપી જિલ્લા આદિજાતિ મોરચાની પ્રથમ કારોબારી મળી હતી. જેમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને અને નિઝરના ધારાસભ્ય કાંતિભાઈ ગામીત તેમજ પ્રદેશ આદિ જાતિ મોરચાના મંત્રી સંજય ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં મળી હતી. કારોબારીની શરૂઆતમાં પ્રદેશ મંત્રી સંજય ગામીતે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં 27 અનામત બેઠકો ખૂબ અગત્યનો ભાગ ભજવશે.

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી સમાજના સર્વ ક્ષેત્રમાં ઉત્થાન માટે અનેક યોજનાઓ લઈને છેવાડાના આદિવાસી પરિવાર સુધી વિકાસનો મંત્ર સાર્થક કર્યો છે, સરકારની ગરીબ લક્ષી યોજનાને લીધે આદિવાસી સમાજ બીજા અન્ય સમાજનો સાથે સ્પર્ધાત્મક યુગમાં ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યું છે, સરકારે પેસા એક્ટ જેવા ખુબ અગત્યનો કાયદો બનાવીને આદિવાસી સમાજના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આવનારી વિધાન સભાની ચૂંટણીમાં સરકારની યોજનાઓને લઈને આદિવાસી સમાજ જે વિકાસ કર્યો છે તેનું ઋણ અદા કરવાની ઉત્તમ તક સમાજને સાંપડી છે.

તાપી જિલ્લા આદિવાસી મોરચો વ્યારા અને નિઝર બન્ને બેઠકો પર ખુબજ તનતોડ મહેનત કરીને જિતાડવા માટે સંકલ્પ લેવા હાકલ કરી છે. વધુમાં જિલ્લા અધ્યક્ષ જયરામ ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી મોરચાના કાર્યકર્તાઓને સંગઠનમાં જે નિમણૂક મળી છે તે નિમણૂકોને યોગ્ય ઠેરવી આપણા સમાજ ને સંગઠિત કરી ભાજપના પક્ષમાં વધુમાં વધુ નવા કાર્યકર્તાઓને ઉત્સાહ પૂરું પાડી ઘરે ઘરે સરકારની યોજનાઓની સાચી સમજ આપીને ભાજપ તરફી તાપી જિલ્લાનું વાતાવરણ કરવા અનુરોધ કર્યો હતો.

વિધાનસભામાં 27 અનામત બેઠકો મહત્ત્વનો ભાગ ભજવશે

અન્ય સમાચારો પણ છે...