• Gujarati News
  • National
  • ભારે વરસાદમાં વ્યારાના રસ્તા ઠેકઠેકાણે બેસી ગયા

ભારે વરસાદમાં વ્યારાના રસ્તા ઠેકઠેકાણે બેસી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગરમાં નગર પાલિકા દ્વારા તાજેતરમાં લાખો રૂપિયા ખર્ચી વિવિધ માર્ગો નવીનીકારણ કર્યા છે. જે પેકી કેટલાક માર્ગો વરસાદમાં તૂટી જતા તેમજ કેટલીક જગ્યાએ માર્ગો બેસી ગયા હતા.

વ્યારાના સયાજીસર્કલ નજીક ભુવા, વ્યારા નવા બસસ્ટેન્ડ નજીક માર્ગ પર ખાડા અને કાનપુરામાં મુખ્ય રસ્તો બેસી જતા ગુણવતા પર સવાલ ઉઠ્યા હોય. વ્યારા પાલિકાના તંત્ર દ્વારા તાકીદે માર્ગો રીપેર કરાવેએ જરૂરી છે. વ્યારા પાલિકા દ્વારા તાજેતરમાં નગરજનોની સુવિધા વધારવા માટે નગરમાં લાખોના ખર્ચે માર્ગોનું નવીનીકરણ કરાયું છે. જે પૈકી કેટલાક માર્ગોમાં નવીનીકરણમાં નકરી વેઠ ઉતરી દેતા પ્રજાજનોમાં રોષ વ્યાપી ગયો છે. વરસાદના થોડા વહેણમાં રસ્તા ધોવાઈ ગયા હતા. જેથી તે કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. વ્યારા નગરના સયાજી સર્કલ પરના માર્ગ પર ભુવો પડી જતા વાહન ચાલકોને માટે જોખમી બની ગયું છે. નવા બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગ ઉબડખાબડ બની ગયો. જ્યારે વ્યારાના કાનપુરા વિસ્તારનો મુખ્ય માર્ગ ઠેરઠેર બેસી ગયો હતો.

વ્યારામાં રોડ બેસી ગયા અને સયાજી સર્કલ નજીક ભૂવો પડી ગયો.

રસ્તા ધોવાતા ગુણવત્તા પર સવાલ ઊઠ્યા

અન્ય સમાચારો પણ છે...