• Gujarati News
  • National
  • કાળાવ્યારામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ફાંસો ખાધો

કાળાવ્યારામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના કાળાવ્યારા ખાતે રહેતા ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જમવા બાબત અને ઘરકંકાસમાં પત્ની સાથે ગતરાત્રી દરમિયાન ઝગડો કરતા જેને લઈ ઉશ્કેરાયેલા પતિ રાત્રે સુઈ ગયેલી પત્નીના ગળાના ભાગે કુહાડી વડે ઘાતકી હુમલો કરી અને પોતે પત્નીની લાશ નજીક નાયલોન દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ માસુમ બાળાએ પરિવારજનનોને કરતા બનાવના પગલે કાકરાપાર પોલીસ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.

વ્યારા તાલુકાના વાંકલા ગામે રહેતા અને છેલ્લા એક વર્ષથી સાસરીમાં કાળાવ્યારા ગામના નિશાળ ફળીયા રહેતા સુનિલભાઈ કમલેશભાઈ ચૌધરી તેની પત્ની નંતુબહેન અને બે પુત્રીઓ સ્નેહા અને ભૂમિ સાથે રહી છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે. દંપતી વચ્ચે અવારનવાર ઝગડાઓ થતા રહેતા ગત શુક્રવારના રોજ રાત્રે માછલી બનાવવા બાબતે અને ઘરકંકાસને લઇ પતિ અને પત્ની વચ્ચે બોલા ચાલી સાથે ઝગડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા પતિ સુનિલભાઈ (30)એ રાત્રે પત્ની નંતુબહેન (28) ગાંઢનિંદ્રા માણી રહી ત્યારે નજીકમાં રહેલી કુહાડીનો એક ઘા ગળાના ભાગે મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. જે બાદ પત્નીની લાશ નજીક ઘરના મોભના લાકડા સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે ઘટના અંગે મરનાર નંતુબહેનના પિતા સેવજીભાઈને જાણ થતા કાકરાપાર પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પો ડીજી તળવી સ્ટાફ સાથે ઘટના સથળે આવી બંને લાશો ના પંચકેશ કરી હત્યા અને આપઘાતનો ગુનો દાખલ કરી એફ એસ એલની ટીમને બોલાવી હત્યામાં વપરાયેલ કુહાડી અને દોરી કબ્જે લઈ વધુ તાપસ હાથ ધરી છે.

પ્રથમ આપઘાતનો પ્રયાસ નિષ્ફળ

સુનિલચૌધરીએ પત્નીની હત્યા બાદ પોતે આપઘાત કરતી વેળાએ પત્નીના પલંગ નજીક પ્રથમવાર લીલા કલરની નાયલોન દોરીનો ફાંસો બનાવી આપઘાત કરવા જતા નિષ્ફળ નીવડતા ફરી બાજુના રૂમમાંથી કેશરી કલરની દોરી કાપી લાવી ઘરના મોભના લાકડા સાથે બાંધી ફાંસો બનાવી આપઘાત કરી દીધો હતો.

દાદા...મમ્મીઉઠતી નથી ચાલોને

રાત્રીદરમિયાન માતા પિતા સાથે સુતેલી બે માસુમ પુત્રી સ્નેહા અને ભૂમિઓની શી ખબર કે આવનારી સવાર તેમના માટે કાળજું કંપવનારી બની રહેશે શનિવારે સવારે 8 કલાકે સ્નેહા ઉઠીને નજીક સુતેલી માતાને ઉઠાડવાનો પ્રયત્ન કરતા માતા ઉઠી નહિ એટલે બાજુમાં રહેતા દાદા પાસે દોડી જઈ કહેવા લાગી દાદા...મમ્મી ઉઠતી નથી ચાલો, અને દાદાએ ઝડપ ભેર પુત્રીના ઘરમાં જઈ જોતા બે લાશો જોઈ હચમચી ઉઠ્યા હતા.

ઘટના સ્થળે તપાસ કરી રહેલી પોલીસ અને માતા-પિતાની છત્ર છાયા ગુમાવનારી બે માસુમ બાળકી.

2 માસૂમ પુત્રીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

જમવા બાબતે થયેલા ઝઘડાનો કરૂણ અંજામ

અન્ય સમાચારો પણ છે...