• Gujarati News
  • National
  • તાપી જિલ્લા ખાતે બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ

તાપી જિલ્લા ખાતે બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | આજરોજરાજ્ય ભરમાં ગુજરાત માધ્યમિક અને ઉ.માં.શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા HSC સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સેમ-૪ તથા માધ્યમિક ધોરણ-૧૦ની પરીક્ષા શરૂ થનાર છે. જેને લઇ તાપી જિલ્લા ખાતે પરીક્ષાના પગલે તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. તાપી જિલ્લામાં ધોરણ-૧૦માં ૧૩૩૦૦ વિદ્યાર્થીઓ કુલ ૩૪ પરિક્ષા બિલ્ડીંગ,HSC(સામાન્ય પ્રવાહ)માં ૬૩૦૨ વિદ્યાર્થીઓ કુલ ૧૮ પરીક્ષા બિલ્ડીંગ અને HSC વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪માં ૧૦૬૫ વિદ્યાર્થીઓ કુલ ૦૪ પરીક્ષા બિલ્ડીંગ ખાતે પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા સ્થળોએ જરૂરી તેમજ યોગ્ય વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવેલ છે. તમામ પરીક્ષાખંડો સી.સી.ટી.વી કેમેરાની નજર હેઠળ આવરી લેવામાં આવેલ છે. વિજળી, પાણી અને પરિવહનની તમામ વ્યવસ્થા સુચારૂ રહે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...