• Home
  • Daxin Gujarat
  • Tapi District
  • Vyara
  • બેડચિત પાસે રેલિંગ સાથે અથડાયા બાદ ટ્રક પલટી જતાં 4 કલાક ટ્રાફિકજામ

બેડચિત પાસે રેલિંગ સાથે અથડાયા બાદ ટ્રક પલટી જતાં 4 કલાક ટ્રાફિકજામ

વ્યારા | વ્યારા ખાતે બેદચિત ત્રણ રસ્તા થી બુહારી જવાના રોડ પર આવેલા નહેરના પુલ પર એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબૂ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:51 AM
બેડચિત પાસે રેલિંગ સાથે અથડાયા બાદ ટ્રક પલટી જતાં 4 કલાક ટ્રાફિકજામ
વ્યારા | વ્યારા ખાતે બેદચિત ત્રણ રસ્તા થી બુહારી જવાના રોડ પર આવેલા નહેરના પુલ પર એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દેતા ટ્રક પુલની રેલિંગ સાથે અથડાતા ટ્રક પલટી ખાય ગઈ હતી. જે અકસ્માતના કારણે ચાર કલાક સુધી ટ્રાફિક જામ રહતા વાહન વ્યવહાર ને અસર પડી હતી.બનાવ અંગે ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. જુનાગઢના સક્કર બાગ ખાતે રહેતા વિરાભાઈ ભોગાભાઈ રબારી એ ટ્રક ન (GJ-03AT-4795)માં સમાન ભરીને વ્યારા તાલુકાના બેદચિત ગામના બેડચિત ત્રણ રસ્તાથી બુહારી રોડ પર આવેલા પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન બેડચિત પાસે આવેલા નહેરના પુલ પર ટ્રક રેલિંગ સાથે અથડાવી ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માત ટ્રક પલટી ખાતા રોડ પર પડી રહેતા અંદાજિત ચાર કલાક જેટલા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ટ્રક ખસેડી ટ્રાફિક દૂર કર્યો હતો. બનાવ અંગે ટ્રક ચાલક અંગે ડોલવણ પોલીસ મથકે ગુનો નોધાયો હતો.

બેડચિત પાસે રેલિંગ સાથે અથડાયા બાદ ટ્રક પલટી જતાં 4 કલાક ટ્રાફિકજામ
X
બેડચિત પાસે રેલિંગ સાથે અથડાયા બાદ ટ્રક પલટી જતાં 4 કલાક ટ્રાફિકજામ
બેડચિત પાસે રેલિંગ સાથે અથડાયા બાદ ટ્રક પલટી જતાં 4 કલાક ટ્રાફિકજામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App