• Home
  • Daxin Gujarat
  • Tapi District
  • Vyara
  • વ્યારામાં વિવિધ સંગઠનો દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી

વ્યારામાં વિવિધ સંગઠનો દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી

વ્યારા | વ્યારા નગર ખાતે રહેતા વિવિધ આદિવાસી સગઠન અને પ્રજાજનો દ્વારા 9 ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. વ્યારા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:51 AM
વ્યારામાં વિવિધ સંગઠનો દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી
વ્યારા | વ્યારા નગર ખાતે રહેતા વિવિધ આદિવાસી સગઠન અને પ્રજાજનો દ્વારા 9 ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. વ્યારા નગર ખાતે વિવિધ સંગઠનો દ્વારા વ્યારા નાગરમાં રેલી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આનંદ ઉલ્લાસથી આદિવાસીદિનની ઉજવણીમાં જોડાયા હતા.

વ્યારા ખાતે નાના બાળકોથી લઈ વૃદ્ધો દ્વારા આદિવાસી દિનની ઉજવણીમાં જોડયા હતાં. વ્યારા નાગરના વિવિધ સંગઠનો દ્વારા ઉજવણીની તૈયરી બે દિવસ પહેલા શરૂ કરી દીધી હતી. ગુરુવારના રોજ વ્યારા નાગરમાં આદિવાસી વસ્ત્રોમાં સજ્જ યુવક યુવતી સહિત પ્રજાજનોએ નગરમાં રેલી યોજી હતી. તેમજ યુવકો દ્વારા 500થી વધુ મોટરસાઇકલ પર ધજા પતાકા સાથે રેલી યોજી હતી. વ્યારા નાગરમાં વહેલી સાવરાથી લઈ સાંજ સુધી આદિવાશી દિનની ઉજવણી હાથ ધરાઇ હતી. રાત્રે ઠેરઠેર આદિવાસી સંસ્કૃતિને લગતા કાર્યક્રમો આદિવાસી ભોજન અને રાત્રે સંગીત સંધ્યાના કાર્યક્રમો યોજાયા હતાં.

X
વ્યારામાં વિવિધ સંગઠનો દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App