• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • લેપ્ટોમાં સપડાયેલી તાપી જિલ્લાની ત્રણ પૈકી એક મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

લેપ્ટોમાં સપડાયેલી તાપી જિલ્લાની ત્રણ પૈકી એક મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાની શરૂઆતની સાથે તાપી જિલ્લા ખાતે અભિશ્રાપ ગણાતા લેપ્ટોસ્પાયરોસીસ નામના રોગની પણ શરૂઆત થઇ છે. ચાલુ વર્ષે જુલાઈમાં સારો વરસાદ આવ્યો હતો. વરસાદ બંધ થતા લેપ્ટોસ્પાયરોસીસ પોતાનું જોર બતાવી દેતા વ્યારા તાલુકામાં બે મહિલા દર્દી અને ડોલવણમાં એક મહિલા દર્દી તેની ઝપેટમાં આવી ગયા હતા. ત્રણેય મહિલાને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં આજ રોજ વ્યારાની એક મહિલા સ્વસ્થ્ય થઇ જતા તેને હોસ્પિટલ માંથી રાજા અપાઈ હતી.

તાપી જિલ્લા ખાતે જુલાઈ માસમાં ચોમાસની સારી શરૂઆત થવાની સાથે ખેતી કામ પૂર જોશમાં ચાલુ થઇ ગયું છે. તેની સાથે ખેતી કામ જોડાતા લોકોમાં થતો લેપ્ટોસ્પાયરોસીસ રોગ પણ પોતનું કામ ચાલુ કરી દેઇ છે. ચાલુ વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેપ્ટોએ માથું ઉચક્યું હતું. તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ ખાતે ખાતું ખોલાવી દીધું હતુ. વ્યારા તાલુકામાં રહેતી અને ખેતી કામ સાથે સંકળાયેલી 33 વર્ષીય મહિલા અને 62 વર્ષીય મહિલા અને ડોલવણ તાલુકામાં રહેતી 38 વર્ષીય મહિલાને લેપ્ટોસ્પાયરોસીસના રોગના લક્ષણો મળી આવતા તેમનું ચેક કરતા કન્ફર્મલેપ્ટોસ્પાયરોસીસ નીકળ્યો હતો ત્રણેય મહિલાને વ્યારાની જનરલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા. જે પૈકી આજરોજ વ્યારા તાલુકાની એક મહિલાની તબિયત સારી થતા તેમને ડિસ્ચાજ કરાયા હતા.

અન્ય 2 દર્દીની તબીયત હાલ સુધારા પર
તાપી જિલ્લા ખાતે ડોલવણ ખાતે એક અને વ્યારા તાલુકામાં બે મહિલાને લેપ્ટોસ્પાયરોસીસના રોગ હોવાથી તેમને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જે પેકી એક મહિલાને રજા અપાઈ છે. અન્ય બે મહિલાની તબિયત સુધારા પર છે. ડો. હર્ષદભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી

અન્ય સમાચારો પણ છે...