• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • 14 વર્ષની સગીરાને ગર્ભવતી બનવનારા યુવકની ધરપકડ

14 વર્ષની સગીરાને ગર્ભવતી બનવનારા યુવકની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલવણ તાલુકાના બામણામાળદુર ગામે રહેતા એક યુવક દ્વારા વાલોડ તાલુકાના એક ગામમાં રહેતી રહેતી સગીરા સાથે શરીર સંબંધ બાંધી દીધો હતો. જેના કારણે સગીરાને પેટમાં દુખતા પરિવારજનાઓએ ચેક કરવતા સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવ્યું હતું. યુવક વિરુદ્ધ ડોલવણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે યુવકની ડોલવણ પોલીસએ અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના બામણામાળદુર ગામના ગામીત ફળીયામાં રહેતો નયનેશભાઇ ધીરૂભાઇ ગામીત (23)નાએ ચારેક માસ પહેલા વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રહેતી આશરે 14 વર્ષીય તરૂણીને સગીર વયની હોવાનુ જાણવા છતા તેની સાથે પોતાના ઘરમાં શરીર સબંધ બાંધી દીધો હતો. જે બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને ચેકઅપ કરાવતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

સગીરા શરીર સંબંધના કારણે આશરે ચાર માસ મહિનાની ગર્ભવતી બનાવી દેનાર યુવક વિરુદ્ધ તરૂણીના પરિવારજનોએ ડોલવણ પોલીસ મથકે પરિવારજનોની ફરિયાદ કરી જે આધારે ડોલવણના બામણામાળદુર ગામના યુવક નયનેશભાઇ ધીરૂભાઇ ગામીત વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.કીકાણી હાથ ધરી હતી. જે પકરણ માં આરોપી યુવકને ડોલવણ તેના ગામથી ઝડપી પડ્યો હતો. તેની આગળની મેડિકલ સહીત વિવિધ તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...