• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • વીરપુર ફાટક પાસે 38 હજારનો દારૂ ભરેલી કાર ઝડપી પડાઈ

વીરપુર ફાટક પાસે 38 હજારનો દારૂ ભરેલી કાર ઝડપી પડાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાના વીરપુર ફાટક પાસે દારૂ ભરેલી ગાડી આવવાની બાતમી પોલીસને મળી હતી. જે આધારે નાકાબંધી કરતા પોલીસે બાતમી મુજબ ની એક કાર ઝડપી પાડી હતી .જેમાં તપાસ કરતા ગાડીમાં એક યુવક દ્વારા વગર પાસ પરમીટે દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો .ગાડી માં દારૂ ની બોટલ 384 જેની કુલ કિંમત 38400 નો મળી કુલ્લે પાંચ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ગુનામાં એક યુવક ની અટક કરી દારૂ મોકલનાર અને દારૂ લેનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વ્યારા પોલીસને બાતમી મળી હતી કે દારૂ ભરેલી એક ગાડી વીરપુર પાસેથી પસાર થવાની છે. જે આધારે ફાટક પાસે નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાતમી મુજબ ની બ્રેઝા ગાડી gj 26 એન. 24 32 ને અટકાવી હતી ગાડીચાલક ની મહેન્દ્રભાઇ કૈલાસ ભાઈ નેરકર રહેવાસી વ્યારા-કાકરાપાર રોડ અભિલાષા સોસાયટી ને અટકાવી પૂછતાછ કરી હતી અને ગાડી ની તપાસ કરતા પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલ 384 જેની કિંમત 38400 અને બ્રેઝા ગાડી ની કિંમત પાંચ લાખ મળી કુલ્લે પાંચ લાખ ચાલીસ હજારના મુદ્દામાલ મુદ્દામાલ સાથે આરોપી મહેન્દ્ર નેરકરની અટક કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...