તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટી ગામે 1 પીંજરામાં 2 દીપડા પૂરાતા અચરજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં એક સાથે પાંજરામાં બે દીપડા પૂરાવાની પ્રથમ ઘટના બની છે. ડોલવણના પાટી ગામે રાત્રે મૂકવામાં આવેલ પાંજરામાં મરઘીનું મારણ ખાવાની લાલચમાં બે દીપડા એક સાથે અંદર પ્રવેશ કરતા પાંજરે પૂરાવાની ઘટના લોકોમાં આશ્ચર્ય જગાવ્યુ હતું. પાંજરે પૂરાયેલ દિપડામાં દોઢ વર્ષના નર માંદા છે. ઓછી ઉંમર હોવાથી બંન્ને દીપડા સરળતા પૂર્વક સાથે પ્રવેશ શક્ય બન્યું હોવાનું વનવિભાગના અધિકારીઓ માની રહ્યા છે. જોકે પાંજરે પૂરાયેલ બંન્ને દિપડી દિપડાનો વન વિભાગે ...અનુસંધાન પાના નં. 2

ડોલવણ તાલુકાના પાટી ગામે એકસાથે અને એક જ પાંજરામાં પુરાયેલા દોઢ વર્ષની ઉંમરના બે દીપડા.

દોઢ વર્ષના દીપડા પરિવારથી વિખૂટા પડ્યા હતા
પાંજરે પુરાયેલા નર અને માદા એક પરિવારના સભ્યો છે. તાજા પરિવારમાંથી અલગ થયેલા દીપડો અને દીપડી શિકારની લાલચમાં મરઘીનું મારણ ખાવાની લાલચમાં પાંજરે પુરાયા હતા. દીપડો અને દીપડી અંદાજિત દોઢ વર્ષ ના હોય તેમની ઉંચાઈ અને લંબાઈ ઓછી ઓછી હોવાથી એક સાથે બે પાંજરામાં સરળતાથી પ્રવેશી જતા એક સાથે બને પાંજરા માં પુરાય હતા.

8 વર્ષ પહેલા સુરત જિલ્લાના કમલાપોર ગામે એકસાથે 2 દીપડા પકડાયા હતા
માંડવી તાલુકાના કમલાપોર ગામે 18-11-2010ના રોજ તાપી નદીના કિનારે આવેલ શૈલેશભાઈ ભગાભાઈના ખેતરમાં મુકવામાં આવેલ પાંજરામાં રાત્રિના સમયે એક સાથે દોઢ વર્ષના બે નર દીપડા પાંજરે પુરાયા હતાં.

તાપી જિલ્લામાં વર્ષમાં 30થી વધુ દીપડા પકડાયા પણ એકેયને ટેગ નથી મરાયા
તાપી જિલ્લા ખાતે આવેલા સાત તાલુકામાં એક વર્ષમાં અંદાજિત 30 થી વધુ દીપડો ઓ પાંજરે પુરાય છે. તેમને જિલ્લાના આંતરિયાળ જંગલો માં છોડી મુકવમાં આવે છે.પરંતુ દીપડા ઓ ને ખોરાક જંગલો ના મળતા પાછા રહેણાંક વિસ્તારો માં આવી જાય છે. વ્યારા વન દ્વારા દીપડો ઓ ને ટેગ લાગે તો તેમને પરિસ્થિતિ નો તાગ મેળવી તેમને રહેણાંક વિસ્તારો માં આવતા અટકાવી શકાય છે.

દીપડાને અંતરિયાળ જંગલમાં મુક્ત કરાશે
ડોલવણ ના પાટી ગામ ખાતે ગત રાત્રી દરમિયાન એક સાથે બે દીપડા (નર અને માંદા ) પાંજરે પુરાયા હતા આ વિસ્તારમાં હાજી દીપડા ફરી રહ્યા હોવાની ગ્રામજનો ની ફરિયાદના પગલે પુનઃ ત્યાં પાંજરું મુકાશે. આ દીપડો ઓ ને સુરક્ષિત આંતરિયાળ જંગલ વિસ્તારમાં છોડી દેવાશે. રઘુવીરસિંહ કોસાડા, આર એફ ઓ ઉનાઈ

અન્ય સમાચારો પણ છે...