તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • વ્યારામાં જિલ્લા કક્ષાની રૂરલ આઇટી કવિઝ સ્પર્ધા યોજાઈ

વ્યારામાં જિલ્લા કક્ષાની રૂરલ આઇટી કવિઝ સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અલ.આઈ.ટી કવિઝ 2018 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડી.ઈ. ઓ જયેશ પટેલ દ્વારા પરિપત્રો કરવામાં આવ્યા.તેમાં જિલ્લાની શાળાઓને ભાગ લેવા જણાવ્યું હતું.તેમાં તાપી જિલ્લાની કુલ 140 શાળાઓમાંથી 40 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં 24 શિક્ષકો સહિત 80 બાળકોની કુલ 40 ટીમોએ કવિઝમાં ભાગ લીધો. દરેક ટીમની એક જોડી બનાવી તેઓને 15 ગુણનું કોમ્પ્યુટર,મોબાઈલ,નેટ સર્વિસ જેવી શોધ અને વપરાશ પર ગુજકોસ્ટ દ્વારા નક્કી કરેલ પ્રશ્નોનું પ્રશ્નપત્ર દ્વારા ટેસ્ટ લેવામાં આવી સૌ બાળકોને ડાયરેકટર કેતનભાઈ પટેલ દ્વારા આવકાર સ્વાગત ચા-નાસ્તા તથા ભાડા ભથ્થા આપવામાં આવ્યા.દરેક બાળકને માર્ગદર્શન આપ્યું તમામ સાયન્સ તથા કોમ્પ્યુટર શિક્ષકો ના પણ અભિનંદન પાઠવી આવું આયોજન વખતો વખત થાય તો બાળકોમાં વિજ્ઞાન વિશે રસ વધે એ માટે હાકલ કરી હતી. 40 ટિમોમાંથી 10 ટિમો વિજેતા જાહેર કરવામાં આવી છે.જેઓને રોક્કડ પુરસ્કાર કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...