તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારામાં બીએપીએસ દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં બીએપીએસ દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લામાં મુખ્ય વડામથક વ્યારા ખાતે આવેલ બીએપીએસ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં મહિલાદિનની ભવ્ય ઉજવણી હાથ ધરાઈ હતી. જેમાં વ્યારા સહીત જિલ્લાની આગેવાન મહિલાઓ દ્વારા ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પેરક પ્રસંગ મુજબ વાતો કરી હતી.

વ્યારા ખાતે થયેલી ઉજવણી માં B.A.P.S સંસ્થાના મધ્યસ્થા કાર્યાલયના કાર્યક્રમ મુજબ સંવાદ, રાશ-ગરબા, બાલિકા નૃત્ય, આદિવાસી બહેનો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના મહિલા ભાજપ પ્રમુખ વંદનાબેન તિવારી, વ્યારા ખુ.મ. ગાંધી પ્રાથમિકશાળાના વાઈસ પ્રિન્સીપાલ સેજલબહેન શાહ, ડો. બિજલબેન જૈન તથા ડો. ચારુબહેન પટેલ તેમજ મમતાબહેન રાણા ઉપસ્થિત રહ્યા હતા. સાથે B.A.P.S સંસ્થાના વ્યારા લોટરવા ક્ષેત્રના ૫૫૦થી વધુ બહેનો હાજર રહ્યા હતા. સેજલબહેન શાહે આંતરરાષ્ટ્રીય વિષય “પરિવર્તન માટે બહેનો સાહસિક બને’’ વિષય પર સુંદર વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. જેમાં તેઓ પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું કે આજના પરિવર્તન યુગમાં બહેનો પોતાના પારિવારિક જીવનની જવાબદારી સાથે પોતાનામાં રહેલી આગવી કાળા અને કૌશલ્ય દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે એમના સુંદર વિચારોને ઉપસ્થિત તમામ બહેનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ભાજપના મહિલા પ્રમુખ વંદનાબેન તિવારીએ પણ તેમના વક્તવ્ય આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો