તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Vyara તાળકુવામાં પેટ્રોલ પંપ બનાવવા જુનવાણ ગામેથી માટી ઉલેચાઇ

તાળકુવામાં પેટ્રોલ પંપ બનાવવા જુનવાણ ગામેથી માટી ઉલેચાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા ખાતે છેલ્લા સમયથી બેફામ રેતી ખનન બાદ હવે માટી ખનનના કિસ્સા વધી રહ્યાં છે. જેને લઇ પ્રાંત અધિકારી દ્વારા ચેકીંગ દરમિયાન માટી ભરેલી ટ્રક ઝડપી પૂછતાછ કરવામાં આવતા વ્યારા તાલુકાના તાળકુવા ખાતે એક પટ્રોલ પંપની જગ્યામાં ગેરકાયદેસર માટી પુરાણનું કૌભાંડ ઝડપાયું હતું.તેમજ સોનગઢના જુનવાણ ખાતેથી માટી ખનનનું કૌભાંડ ઝડપાયું હતું ગુરુવારના રોજ ભૂસ્તર વિભાગ અને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા માટી પુરાણ અને જ્યાથી માટી ખનન કરાયું તે સ્થળે તપાસ ચાલુ કરી હતી જે રિપોર્ટ આવ્યા બાદ કેટલા રૂપિયાની નુકસાની થઇ તે બહાર આવશે.

તાપી જિલ્લા ખાતે રેતીખનન થી પ્રવૃત્તિ ઓ ધમધામી રહી છે.જે બાદ હવે જિલ્લા માં માટી ખનન પણ વધી રહ્યું છે.તાપી જિલ્લા ખાતે રેતી અને માટી ખનન ની પ્રવૃત્તિ અટકાવા માટે તાપી કલેક્ટર એન.કે.ડામોર એ કડક કામગીરી ચાલુ કરી હતી.જે આધારે વ્યારા પ્રાંત અધિકારી તુષારભાઈ જાનીને સૂચના આપી હતી જે આધારે પ્રાંત અધિકારી દ્વારા બુધવારના રાત્રે વ્યારા -સોનગઢ હાઇવે પર માટી ભરેલી એક ટ્રક ઝડપી પડી હતી. જેની તપાસ કરતા કોઈ પાસ કે રોયલ્ટી મળી ન હતી. જેના પગલે સમગ્ર પ્રકરણની તપાસ ભૂસ્તર વિભાગને આપી હતી. તાપી જિલ્લા ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલ અને ટીમ દ્વારા પૂછતાછ કરતા ...અનુસંધાન પાના નં. 2

કેવી રીતે ? રેતી ભરેલી ટ્રક ચાલકની પૂછતાછમાં આખું પ્રકરણ ખુલ્યું
તાળકુવા નજીક ગેરકાયેદસર રીતે માટી પુરાણ થઇ રહ્યું તે સ્થળ નજરે પડે છે.

માપણી બાદ આંકડો સામે આવશે
વ્યારાના તાળકુવા નજીક એક જગ્યા પર થઇ રહેલા માટી પુરાણ સ્થળે કેટલી ટન માટી પુરાઈ અને સોનગઢ ના જુનવાણ ખાતે માલિકી ની સર્વે નં 106 જે અંબિકા સ્ટોન કવોરીની લીઝ છે.જેમાં અત્યાર સુધી કેટલા ટન માટી ખોદી ને લઇ જવાય એ ભૂસ્તર ટિમ દ્વારા સર્વે અને માપણી કામગીરી પૂર્ણ થયા બાદ જ ખબર પડશે.

ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ શરૂ
હાલ વ્યારાના તાળકુવા માટી પુરાણ અને સોનગઢ ના જૂનાવાણ ખાતે માટી લવાઈ તે બને સ્થળે ભૂસ્તર ની ટિમ દ્વારા માપણી અને તપાસ ચાલી રહી છે.શુક્રવાર સુધી રિપોર્ટ તૈયાર થયા બાદ કેટલા ટન માટી પુરાણ અને ખોદકામ થયું છે.તેની વિગત જાણવા મળશે. ડી. કે. પટેલ, ભૂસ્તર અધિકારી તાપી

વ્યારા પ્રાંત અધિકારી દ્વારા રાતે એક માટી ભરેલી અને બે ખાલી ટ્રક ઝડપી પડતા માટી ખનન ની કૌભાંડ બહાર આવ્યું હતું.ભૂસ્તર વિભાગ દ્વારા ટ્રક ચાલકોની પૂછતાછ કરતા ક્યાંથી માટી લાવતા અને કયા માટી પૂરતા તે તમામ વસ્તુ બહાર આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...