તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • વ્યારાની રાજવી ભટ્ટનો કલા મહાકુંભમાં ભવ્ય દેખાવ

વ્યારાની રાજવી ભટ્ટનો કલા મહાકુંભમાં ભવ્ય દેખાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | કલા મહાકુંભ અંતર્ગત ગત રોજ મોટા વરાછા ખાતે દક્ષિણ ગુજરાતની 9 જિલ્લાઓની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં તાપી જિલ્લાના વ્યારાની કે. બી. પટેલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી રાજવી ભટ્ટ પ્રથમ ક્રમે આવી હતી અને હવે રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે પસંદગી થઈ હતી. સરકાર દ્વારા બાળકોમાં રહેલી કલાઓ બહાર લાવવા માટે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુગમ સંગીત, ગીત, સમૂહ ગીત, ગરબા, ભરત નાટ્યમ, લોકનૃત્ય, સમૂહ નૃત્ય, તબલા વાદન, હાર્મોનિયમ વાદન, વાંસળી વાદન, ઓરગન વાદન અને એકપાત્રીય અભિનય, શાસ્ત્રીય સંગીત, કંઠ્ય સંગીત સમૂહ લગ્ન ગીત સ્પર્ધા યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...