તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • ઉંચામાળાના ગ્રામ્ય દવાખાનામાં એક્સરે સુવિધા ઉપલબ્ધ કરાઈ

ઉંચામાળાના ગ્રામ્ય દવાખાનામાં એક્સરે સુવિધા ઉપલબ્ધ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) પ્રવૃત્તિઓને વેગવંતી રાખવાના નિરંતર પ્રયાસો થતાં રહે છે. એ જ ઉપલક્ષ્યમાં ઉંચામાળા ખાતે આવેલ અણુમથક ગ્રામ્ય દવાખાના ખાતે રૂ. ૩૫.૦૦ લાખના ખર્ચે સ્થાપિત “અણુમથક એક્ષ-રે સુવિધા” નું લોકાર્પણ તારીખ ૨૧/૦૮/૨૦૧૮ મંગળવારના રોજ NPCILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (આર.એન્ડ આર.) કે.આર. અનિલકુમારના વરદ્ હસ્તે તેમજ કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટર શ્રી એમ.પી. હંસોરા અને ઉંચામાળા ગામના સરપંચશ્રી શૈલેષભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

વ્યારા તાલુકાનાં ઉંચામાળા ખાતે સ્થિત અણુમથક ગ્રામ્ય દવાખાનું ઉંચામાળા તેમજ તેની આસપાસના આશરે ૧૫-૨૦ ગામોના રહેવાસીઓ માટે વિનામુલ્યે સ્વાસ્થ્ય સુવિધાઓ પૃરી પાડે છે. આ દવાખાનામા દર મહિને સરેરાશ ૧૦૦૦ દર્દીઓ ઓ.પી.ડી. અને પેથોલોજી લેબોરેટરી સુવિધાનો વિનામુલ્યે લાભ લે છે. આ સુવિધાઓની સાથો સાથ કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા આસપાસના વિસ્તારના રહેવાસીઓના લાભાર્થે એક્સ-રે સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આ એક્સ-રે સુવિધાનો આસપાસના ગામના તમામ રહેવાસઓ વિનામુલ્યે લાભ લઈ શકશે જેથી ભવિષ્યમાં અહી ઉપલબ્થ તમામ સુવિધાઓ થકી જરૂરતમંદ દર્દીઓને ખુબજ રાહત થશે. કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંતર્ગત આસપાસના ૧૨ ગામોમાં ફરતા દવાખાનાની સુવિધા પણ ઉપલભ્ધ કરાવવામાં આવેલ છે જેનો દર મહિને આશરે ૧૨૦૦ દર્દીઓ વિનામૂલ્યે સરવારનો લાભ મેળવે છે. આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...