તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • કુકરમુન્ડા અને ડોલવણ તાલુકા પંચાયતના નવા મકાનો બનાવાશે

કુકરમુન્ડા અને ડોલવણ તાલુકા પંચાયતના નવા મકાનો બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા પંચાયતની કારોબારી સભા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરીના આગેવાની વ્યારા ખાતે જિલ્લા સેવાસદનમાં મળી હતી. જેમાં વિવિધ કામોની ચર્ચા કરાઈ હતી. જેમાં મહત્વના કામોમાં એનએની 08 ફાઈલોને મંજૂરી મળી હતી. જયારે 73 એએ બિન ખેતીની 08 ફાઈલો મંજુર કરાઈ હતી. જિલ્લાની બેઠકમાં જિલ્લાના રસ્તાઓ સહીત તેમજ બે તાલુકાના 2 કરોડના ખર્ચે બે મકાનોના બનવવાનું નક્કી કરાયું હતું.

તાપી જિલ્લા પંચાયતની કારોબારી સભા વ્યારાજિલ્લા સેવાસદન ખાતે વ્યારા મળી હતી. જેમાં તાપી જિલ્લાના માર્ગોના કામો તેમજ જમીન મહેસુલને લગતા કામો સહીત વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ હતી. કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરીના આગેવાની ચર્ચાઓ કરાઈ હતી. આ સાથે આ મિટિંગ તાપી જિલ્લા ખાતે વિવિધ તાલુકામાંથી જમીન માટે એનએની મંજૂરી માટે 14 દરખાસ્તો આવી હતી. જેમાં 08 એનએની ફાઈલો મંજુર કરાઈ હતી. અને 73 એએ દરખાસ્તો 26 ફાઈલો આવી હતી. જેમાં 08ને મંજૂરી મળી હતી બાકીની 18 ફાઈલોને સમય મર્યાદા પૂર્ણ થવાના તેમજ અન્ય નિયમોના પાલન ન કરવાના કારણે નામંજુર કરાઈ હતી. આ સાથે જિલ્લાના ખાતે કેટલાક મહત્વના રસ્તાઓ બનાવની મંજૂરી અપાય હતી. સાથે તાપી જિલ્લાના મહત્વના કામોમાં ડોલવણ અને કુકરમુન્ડા બે નવા તાલુકા બનાયા હતા. જ્યાં તાલુકા પંચાયત ભવન ન હોવાના કારણે વહીવટી તંત્ર અને પ્રજાજનોને મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે તાપી જિલ્લા પંચાયતની કારોબારીમાં કુકરમુન્ડા ખાતે અંદાજિત 1.90 કરોડ ના ખર્ચે અને ડોલવણ ખાતે 1.70 કરોડ ના ખર્ચે નવું મકાન માટે મજૂરી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...