તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યારા પાલિકાના વિરોધપક્ષે સાધનોની ફાળવણી અંગેની વિગતો માંગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા પાલિકાના વિરોધપક્ષે સાધનોની ફાળવણી અંગેની વિગતો માંગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારાનગરપાલિકા પાસે નવી ઇનોવા ગાડી ખરીદ્યા બાદ વિરોધપક્ષ દ્વારા સામાન્યસભામાં હોબાળો મચાવ્યો હતો. જે બાદ વોર્ડ 3ના કોર્પોરેટરે વ્યારા પાલિકાના તમામ સાધનો અંગે ઇંધણ, સાધનોની ફાળવણી, સાધનો ક્યાં મુકાઈ છે સહીત વિવિધ બાબતોની માંગણી કરાઈ હતી. વ્યારા નગર ખાતે ગતરોજ પાલિકાની ખાસ સામાન્ય સભામાં ઇનોવા ગાડી અંગેનો પ્રશ્નો ગાજ્યો હતો. જેને લઇ વિરોધ પક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આજરોજ વ્યારા પાલિકાના વોર્ડ 3 ના સભ્ય અનીશભાઈ ચૌધરીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં વ્યારા પાલિકાના કુલ કેટલા વાહનો ફાળવ્યા છે તેમજ વાહનો સાંજે ક્યાં મુકાઈ છે અને તમામ વાહનોમાં કેટલું ઈંધણ વપરાઈ છે અને કયા વાહનોનો કોણ ઉપયોગ કરે છે જે સહિતની વિગતો માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો