તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડોલારા ગામની ગૌચરની જગ્યા પુનઃ ગામને ફાળવવાની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલારા ગામની ગૌચરની જગ્યા પુનઃ ગામને ફાળવવાની માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાતાલુકાના ડોલારા ગામની ગૌચરની જગ્યા જે હાલ વ્યારા વનવિભાગ પાસે છે જગ્યાન કલેકટર કચેરી દ્વારા પોલીસ હેડકવાર્ટસ માટે ફાળવણી કરવાની તજવીજ ચાલી રહી છે. જે બાબતે વિરોધ કરી ગામની જગ્યા પુનઃ ગામને મળે માટે કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગણી કરી હતી.

વ્યારા તાલુકાના ડોલારા ગામે આવેલી ગોચરની જગ્યા ભુતકાળમાં ગ્રામજનોએ સ્થાનિકોને રોજીરોટી મળી રહે માટે વર્ષ 1984માં વ્યારા વનવિભાગને કૂપ( લાકડા સ્ટોક માટે) ફાળવી હતી. ભૂતકાળમાં ડોલારા ગામની ગૌચર જગ્યા અને હાલ વ્યારા વનવિભાગની હસ્તકની જગ્યા છે જે જગ્યા કલેટર કચેરી દ્વારા પોલીસ તંત્રના હેડક્વાર્ટર્સ માટે ફાળવણી તજવીજ હાથ ધરી હતી. જે અંગે ડોલારા ગ્રામજનોને જાણ થતા સરપંચ નિતેશભાઈ એન ગામીતના અદ્યક્ષતામાં ડોલારા ગ્રામપંચાયત ખાતે ખાસ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગામની ભૂતકાળની ગોચર જમીનની ફાળવણી રદ કરી ગોચરની જમીન પુનઃ ગામને મળેએ માટે ઠરાવ કરાયો હતો અને જે બાબતે આજરોજ ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદન આપી યોગ્ય નિકાલની માંગણી કરી હતી.

હાલ ગૌચરની જગ્યા વ્યારા વનવિભાગ પાસે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો