• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • યુવકે 14 વર્ષીય તરુણી સાથે સંબંધ બાધી ગર્ભવતી બનાવી

યુવકે 14 વર્ષીય તરુણી સાથે સંબંધ બાધી ગર્ભવતી બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલવણ તાલુકાના બામણામાળદુર ગામે રહેતા એક યુવક દ્વારા વાલોડ તાલુકાના એક ગામમાં રહેતી રહેતી સગીરા સાથે શરીર સંબંધ બાંધી દીધો હતો. જેના કારણે સગીરાને પેટમાં દુખતા પરિવારજનાઓએ ચેક કરવતા સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પરિવારજાણો દ્વારા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ડોલવણના બામણામાળદુર ગામના ગામીત ફળીયામાં રહેતો નયનેશભાઇ ધીરૂભાઇ ગામીત (ઉ.વ.23) નાએ ચારેક માસ પહેલા વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રહેતી આશરે 14 વર્ષીય તરૂણીને સગીર વયની હોવાનુ જાણવા છતા તેની સાથે પોતાના ઘરમાં શરીર સબંધ બાંધી દીધો હતો. જે બાદ સગીરા ને પેટ માં દુખાવો ઉપડતા તેને ચેક અપ કરાવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. સગીરા શરીરસંબન્ધ ના કારણે આશરે ચાર માસ મહિનાની ગર્ભવતી બનાવી દેનાર યુવક વિરુદ્ધ તરૂણીના પરિવારજનોએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ છે.

અન્ય સમાચારો પણ છે...