તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • ડોલવણમાં સાવ સુકાયેલી પૂર્ણા નદી બે કાંઠે વહેતા આખરે ખેડૂતોએ હાશકારો

ડોલવણમાં સાવ સુકાયેલી પૂર્ણા નદી બે કાંઠે વહેતા આખરે ખેડૂતોએ હાશકારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલવણ તાલુકામાંથી પસાર થતી બે નદીઓ ઉનાળામાં સૂકીભઠ થઇ ગઈ હતી. જેના પગલે નદીઓનાં પાણી પર નભતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી હતી. આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. હાલ જૂન માસના અંતમાં ડોલવણ સહિત ઉપરના વિસ્તારમાં સારો વરસાદ આવતા છેલ્લા બે માસથી સુકાયેલી પૂર્ણ નદીમાં બે કાંઠે વહેવા લગતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ છવાયો હતો.

ડોલવણ તાલુકામાં પસાર થતી બે નદીઓ પૂર્ણા અને ઓલણ નદીનાં નીર ઉનાળામાં સુકાતાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ બંને નદી સુકાઈ જતા આજુ બાજુના ગામડાઓમાં કૂવા તથા બોરના પાણી તળિયે ઊતરી ગયા છે. આ પાણીના પ્રશ્નને લઈને લોકો ચિંતા માં મૂકી ગયા છે. વળી ગયા વર્ષે કરતા આ વર્ષે પૂર્ણા નદીમાં પાણી વહેલું સુકાઈ જતા ખેડૂત તથા અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. બંને નદી પર બનાવેલ ચેક ડેમો આ વર્ષે વહેલા સુકાઈ ગયા હતાં.

હાલમાં ઘણા ખેડૂતોએ ઉનાળુ શાકભાજી કે અન્ય પાકોનું વાવેતર કર્યું છે. પણ પાણીના અભાવના કારણે તેમાં પણ નુકસાન થયું હતું.જૂન માસ પૂર્ણતાના આરે ડોલવણ અને ઉપરવાસમાં સારો વરસાદ આવતા અંદાજિત અઢી માસ પછી પૂર્ણ નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેવા લાગી હતી, જેના પગલે ખેડૂતો અને પશુ પાલકોમાં આનંદનું મોજું છવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...