• Gujarati News
  • National
  • રેસક્યુ | પાટી ગામેથી કૂવામાં પડેલા દીપડાને બચાવાયો

રેસક્યુ | પાટી ગામેથી કૂવામાં પડેલા દીપડાને બચાવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ | ડોલવણ તાલુકાના પાટી ગામે જવાહર ફળિયામાં રહેતા અંબુભાઈ કરશનભાઈ પટેલના ખેતરમાં આવેલા કુવામાં દીપડો પડી ગયો હતો. જેની જાણ વ્યારા વન વિભાગને થતાં તેમણે સ્થાનિક એનજીઓ એનિમલ સેવિંગ સોસાયટી તથા જંગલ ક્લબના સભ્યોને જાણ કરી વન વિભાગના કર્મીઓએ ભેગા મળી દીપડાનું રેસક્યું હાથ ધર્યુ હતું. અને કુવામાં નિસરણી ઉતારતા દીપડો નીસરણીના સહારે કુવામાંથી બહાર આવી રાત્રીના અંધારાનો લાભ લઇ ખેતર તરફ ભાગી ગયો હતો. કુવામાંથી દીપડો બહાર આવી નાસી જતા દીપડાનો તો બચાવ થયો જ હતો સાથે ગામના લોકો પણ ભયમુક્ત બન્યા હતા.