તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • કસવાવ પાસે સગીરા પર બળાત્કાર ગુજારનારા યુવકને 10 વર્ષની કેદ

કસવાવ પાસે સગીરા પર બળાત્કાર ગુજારનારા યુવકને 10 વર્ષની કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષ 2015 માં વ્યારા તાલુકાના ઉમરકુઈ ગામ નજીક પસાર થતી નહેરની પાસેથી પગ પાળા મંદિરે જઈ રહેલ એક સગીરાને મોટર સાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા યુવકો દ્વારા અટકાવી બળજબડી પૂર્વક સગીરાને હાથ પકડી નજીક ના શેરડીના ખેતર માં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ત્રણેય યુવકો મોટર સાઇકલ પર ભાગી છૂટ્યા હતા. સગીરા એ અન્ય મહિલાનો સહારે પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે દુષ્કર્મ કરનાર યુવક અને તેને મદદગારી કરનાર બે યુવકોની અટક કરી આગળજે પકરણ વ્યારા કોર્ટમાં આવતા નામદાર જજ દ્વારા મુખ્ય આરોપી યુવકને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભારે તો વધુ ત્રણ માસની સજા આપી હતી. જયારે આ પકરણ ના અન્ય બે આરોપી પેકી એક યુવક ને શંકા નો લાભ આપી છોડી દેવાયો હતો જયારે એક સગીર ને બાળ અદાલત માં નિર્દોષ છોડી દેવાયો હતો.

મળતી માહિતી અનુસાર વર્ષ 12 -11-2015 ના રોજ બનેલી ઘટનામાં વ્યારા તાલુકાના કસવાવ ગામે રહેતી એક સગીરા કાંજળ ગામે ગોવાળ દેવના દર્શન કર્યા બાદ કસવાવ ગામે આવેલ મેલડી માતાના મંદિરે જવા માટે પગપાળા ઉમરકુઈ ગામની સીમમાં પસાર થઇ રહેલ હતી. ત્યારે રસ્તામાં પાછળથી એક સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર (GJ- 26 F- 4318) ઉપર ત્રણ અજાણ્યા ઇસમો ઉમર વર્ષ 20 થી 30 નાઓ આવેલા જેમાં મોટર સાઇકલ ઉપર છેલ્લે બેસેલ ઇસમે સગીરા પાસે મોબાઈલ નંબર માંગેલ અને મોટર સાઇકલ પરથી ઉતરી સગીરા સાથે ચાલવવા લાગેલ અને ત્યારે મોટર સાઇકલ પર બેસેલ બંને આરોપીઓ આગળ નીકળી ઉભા રહી ગયેલ અને સગીરા આગળ જતા મોટર સાઇકલ પર વચ્ચે બેસેલ આરોપી ઉમર વર્ષ 20 થી 30 વર્ષનો સગીરાનો બળજબરીહાથ પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી શેરડીના ખેતરમાં ખેચી જઈ ખેતરમાં જમીન ઉપર સુવડાવી જબરજસ્તી કપડા કાઢી નાખી મોઢું દબાવી શરીર સબંધ બાંધી દુષ્કર્મ કરી નાસી ગયા હતા. જે ઘટનાના પગલે સગીરાએ રસ્તા પર આવી ત્યાંથી પસાર થતી મહિલાઓને આપ વીતી જેણાવી મદદ ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...