તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારાના ખુશાલપુરા ગામે જુગાર રમતા 8 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાના ખુશાલપુરા ગામે જુગાર રમતા 8 ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાતાલુકાના ખુશાલપુરા ગામની સીમમાં ભરવાડી ફળિયામાં 8 વ્યક્તિઓ દ્વારા ગંજીપાના પર જુગાર રમતા હોવાની બાતમી આધારે વ્યારા પોલીસે રેડ કરતાં 8 વ્યક્તિઓ અને 10300 રોકડા તથા 6 મોબાઈલ અને 6 મોટરસાઈકલ મળી કુલે 1,51,670નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વ્યારાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર રમવાની ફરિયાદો વધી જતાં વ્યારા પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરતાં જે અંતર્ગત વ્યારા પોલીસ મથકના પોકો ઉત્તમભાઈ તથા વિજયભાઈ લખાભાઈને બાતમી આધારે વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમાડતા 8 ઈસમોને અટક કરી જેમની અંગ ઝડતી લેતા 10670 તતા 7 મોબાઈલ 6000 તથા બાઈક નંગ 6 કિંમત રૂપિયા 1,35,000 મળી કુલે 1,51,670નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખુશાલપુરા ગામેથી પકડાયેલા જુગારિયા.

પકડાયેલા જુગારીયા

{રાયસિંગભાઈ પરસોત્તમભાઈ ચૌધરી (રહે. ખુશાલપુરા, વ્યારા) { દિનેશભાઈ લાલસિંગભાઈ ચૌધરી (રહે. ખુશાલપુરા, વ્યારા) { રણજીતભાઈ બાબલાભાઈ ચૌધરી (રહે. ખુશાલપુરા, વ્યારા) { પ્રવીણભાઈ કોટલાભાઈ ચૌધરી (રહે. ખુશાલપુરા નિશાળ ફળિયા, વ્યારા) { જગદીશભાઈ લાલજીભાઈ ગામીત (રહે. ભાનાવાડી, કંસારીયા ફળિયુ, વ્યારા) { અશીષભાઈ લાલસિંગભાઈ ગામીત (રહે. ભાનાવાડી, વ્યારા) { શૈલેશભાઈ રેશ્માભાઈ ગામીત (રહે. ભાનાવાડી વ્યારા) { દલપતભાઈ પ્રેમાભાઈ ઢોડીયા (વ્યારા તાડકુવા ડુંગરી ફળિયું વ્યારા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો