તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • આરોપીના ઘરે ચેકિંગ કરતા વધુ જીલેટિન 50 ટેટા પકડાયા

આરોપીના ઘરે ચેકિંગ કરતા વધુ જીલેટિન 50 ટેટા પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતરોજ એસઓજીએ પાઠકવાડી ખાતે રહેતા યુવકની અટકાવી તેની પાસે એક્સપ્લોઝિવના જથ્થા સાથે તેની અટક કરી હતી. તેની પાસે જિલેટીન ટોટો 03 નંગ એક મોટરસાયકલ કબ્જે કર્યો હતો. જે ઈસમની ઘરે તપાસ કરતા વધુ 50 નંગ કબજે કરી તેમજ ટોટા આપનાર ઈસમ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામની સીમમાં ગતરોજ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાઈક નંબર (GJ-21-AS-6834) રોકી તપાસ કરતા મોટરસાયકલ પર સવાર જેકીભાઈ ગુરજીભાઈ કોટવાડીયા(૨૪) (રહે. ઉનાઈ-હરીજનવાસ પોસ્ટ ખંબાળીયા,વાંસદા) પાસે એક પ્લાસ્ટીકની થેલીમાંથી જિલેટીન ટોટા નંગ-૩ કિંમત 30 રૂપિયા, સાદી ઇલેક્ટ્રિક કેપ નંગ-૨ કિંમત 28 રૂપિયા તથા સેફટી ફ્યુઝના ટુકડા નંગ-૧ મળી આવ્યા હતા. તેમજ અંગ ઝડતીમાંથી એક મોબાઈલ ફોન કિંમત 5000 રૂપિયા 25000 મળી તેની પાસે કુલ્લે 30058નો મુદામાલ કબ્જે કરીયો હતો. તેમજ જેકીભાઈ ગુરજીભાઈ કોટવાડીયા ઘરે ચેક કરતા 50 નંગ ટેટા કિંમત 500 રૂપિયાની મળી આવતા એસઓજીએ ટેટા કબજે કર્યા હતા. તેમજ ટોટા આપનાર વોન્ટેડ આરોપી ચીન્ટુભાઈ બેજાભાઈ જાદવ (રહે. બોપી ફળિયું, તા. ધરમપુર, જિ,વલસાડ)ની અટક કરાઈ હતી. આ ગુનામાં અન્ય આરોપી પકડવાની કવાયત આદરી છે.

અન્ય સમાચારો પણ છે...