• Home
  • Daxin Gujarat
  • Tapi District
  • Vyara
  • Vyara - વ્યારામાં ફિલ્ટર પાણીના હોજને ઢાંકવા 10 લાખનો શેડ બનાવાયો

વ્યારામાં ફિલ્ટર પાણીના હોજને ઢાંકવા 10 લાખનો શેડ બનાવાયો

શેડના કારણે પાણીમાં ધૂળ અને ગંદકી ભળતી બંધ થઇ જશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:16 AM
Vyara - વ્યારામાં ફિલ્ટર પાણીના હોજને ઢાંકવા 10 લાખનો શેડ બનાવાયો
વ્યારા નગર પાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નવા કામો અને આયોજનો કરતી રહે છે. વ્યારા નગર ખાતે વૉટરવક્સ ઓફિસ નજીક વર્ષોથી નગરજનો પૂરું પાડવામાં આવતું પાણીનું કોલરિફિકેશનના સ્ટોરેજ હોજ ખુલ્લા માં હતો. જેને લઇને ખુલ્લામાં હોજમાં પાણી સ્ટોરેજ પર ડોમ બનાવવા માટે કેટલાય સમયથી માંગ હતી. જેને લઇ તાજેતર માં પાલિકા દ્વારા 10 લાખ ના ખર્ચે ડોમ બનાવી દેતા સુવિધા વધારી હતી.

વ્યારા નગર પાલિકા દ્વારા આવનારા વર્ષોને લઇ વિવિધ કામોના આયોજન કરી રહી છે. જેમાં રસ્તા, પાણી, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટની સહીત સુવિધા વધારી રહી છે. જે સમયથી પાનવાડી ખાતે વૉટર વર્કસ બન્યું તે સમયથી ત્યાં પાણી સ્ટોરેજ માટે હોજ બનવ્યો હતો.પરંતુ તેની ઉપર સેડ ન બનવતા આ હોજ નું પાણી ખુલ્લા ના સ્ટોર થતું હતું અને ત્યાંથી પાણી ક્લોરોફીકેશનમાં જતું હતું. ખુલ્લામાં પાણી હોવાથી તેમાં ગંદકી અને ધૂળનું પ્રમાણ વધી રહેવાનું શક્યતા વધી હતી. જેને લઇ તેના પર એફ આર પી ડોમ બનવાનું જરૂરી બન્યું હતું. જેને લઇ ગત એક વર્ષ પાલિકા દ્વારા આયોજન કરી 10 લાખ ડોમ બનાવી દેવાનું આયોજન કર્યું હતું. અને પાનવાડી ખાતે એફઆરપી ડોમ નું કામ ચાલુ કરી દીધું હતું. જે તાજેતર માં પૂર્ણ થતા વ્યારા પાલિકા દ્વારા તેને સુવિધા ચાલુ કરી દીધુ હતું. ડોમ બનવી દેતા હોજ માં રહેલા પાણીમાં ગંદકી અને ધૂળ નું પ્રમાણ બંધ થઇ જશે.

શેડનું નિરીક્ષણ કરતા કારોબારી અધ્યક્ષ.

X
Vyara - વ્યારામાં ફિલ્ટર પાણીના હોજને ઢાંકવા 10 લાખનો શેડ બનાવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App