• Home
  • Daxin Gujarat
  • Tapi District
  • Vyara
  • Vyara - સુગરની કુલ 12 બેઠકો પૈકી 07 બેઠકો પર જ ફોર્મ ભરાયા હતા જયારે બાકીની 5 બેઠકો ખાલી રહી

સુગરની કુલ 12 બેઠકો પૈકી 07 બેઠકો પર જ ફોર્મ ભરાયા હતા જયારે બાકીની 5 બેઠકો ખાલી રહી

ભાસ્કર વિશેષ વ્યારા સુગરની વ્યવસ્થાપક સમિતિની 07 બેઠક બિનહરીફ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:16 AM
Vyara - સુગરની કુલ 12 બેઠકો પૈકી 07 બેઠકો પર જ ફોર્મ ભરાયા હતા જયારે બાકીની 5 બેઠકો ખાલી રહી
તાપી જિલ્લાના વ્યારા ખાતે કાર્યરત અને આદિવાસી સભાસદોની જીવાદોરી સમાન ગણાતી વ્યારા સુગર ફેક્ટરી ને પુનઃ શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત સંઘર્ષ સમિતિ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા અને સભાસદો અને ખેડૂતોએ ચર્ચા કરી વહીવટી તંત્રને રજૂઆતો કરી આખરે વ્યારા સુગરની ચૂંટણી માટેની મંજૂરી મેળવી હતી. જેના પગલે વ્યારા સુગર ફેક્ટરી ની વ્યવસ્થાપક સમિતિની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર થઇ હતી. ચૂંટણી અંગેના ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સંસ્થા પ્રતિનિધિની બેઠક પર એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં કુલ 12 બેઠકોમાંથી 07 બેઠકો બિનહરીફ બની હતી, જ્યારે બાકી રહેલી 05 બેઠકો નિયમાનુસાર ખાલી જાહેર કરવામાં આવી હતી. વ્યારા તાલુકાના ખુશાલપુરા ખાતે આવેલી અને છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં રહેતી ઉકાઈ પ્રદેશ સહકારી ઉદ્યોગ મંડળીની વ્ય્વસ્થાપક સમિતિની ચૂંટણી ઘણા સમયથી થઇ ન હતી.

વ્યારા સુગર એ તાપી જિલ્લાના આદિવાસી વિસ્તાર માટે જીવાદોરી સમાન ગણાતી હોય સુગર ફરીથી શરૂ કરવામાં આવે એ માટે રજૂઆતોનો દોર ચાલ્યો હતો.આ અંગે ખેડૂત સંઘર્ષ સમિતિની રચના પણ કરવામાં આવી હતી અને સુગર ફેકટરી સહકારી ધોરણે ચલાવવામાં આવે એવી તીવ્ર માંગ મૂકવામાં આવી હતી.

સુગર ફેકટરીની ચૂંટણીઓ કરાવવા માટે ખેડૂત સંઘર્ષ સમિતિના કન્વીનર હરીશભાઈ ગામીત સહિત વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા ગત 24 મી જાન્યુઆરીના રોજ રૂપિયા 5 લાખની રકમ એકત્ર કરી એને વહીવટી તંત્ર પાસે જમા કરાવ્યા બાદ ચૂંટણી માટેની મંજૂરી માંગવામાં આવી હતી. જેના પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર એ સુગરની ચૂંટણી યોજવાની પ્રકિયા હાથ ધરી હતી. તાપી જિલ્લા પ્રાંત અધિકારી દ્વારા આગામી 25-09-18ના રોજ વ્યારા સુગરની ચૂંટણી સંદર્ભે મતદાન ...અનુ. પાના નં. 3

આ ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા

બેઠકનું નામ બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારો

ગોદાવાડી હરીસીંગભાઇ એમ. ચૌધરી

હથુકા જમનાભાઈ એમ. ગામીત

વ્યારા પ્રવીણભાઈ એમ. ગામીત

અંધાત્રી ગુલાબભાઇ પી. ગામીત

પેરવડ વિક્રમભાઈ એલ. ગામીત

ઉચ્છલ-નિઝર હરેશભાઇ ડી. ગામીત

સંસ્થા પ્રતિનિધિ ઈશ્વરભાઈ આર. ગામીત

પાંચ બેઠકો ખાલી જાહેર કરવામાં આવી

વ્યારા સુગર ફેકટરીની કુલ બેઠકો 12 ગણાય છે આ પૈકીની 07 બેઠકો પર ઊભેલા જુદા જુદા ઉમેદવારોને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ધજાંબા, ડોલવણ, મહુવા, વાંસકુઈ અને કલમકૂઈ ઝોનમાંથી છેલ્લા ત્રણ વર્ષથી શેરડી આપતા ખેડૂતો ન હોવાથી નિયમો અનુસાર આ જૂથોને ચૂંટણી તંત્ર દ્વારા ખાલી જાહેર કરાયા હતા.

X
Vyara - સુગરની કુલ 12 બેઠકો પૈકી 07 બેઠકો પર જ ફોર્મ ભરાયા હતા જયારે બાકીની 5 બેઠકો ખાલી રહી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App