ભવાઈ ભજવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો

તાપી જિલ્લામાં સ્વચ્છતાને આધારે સર્વે થનાર હોય જિલ્લાના લોકોને સ્વચ્છતા પ્રત્ય જાગ્રત કરવા જિલ્લામાં નાટક અને...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:16 AM
ભવાઈ ભજવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો
તાપી જિલ્લામાં સ્વચ્છતાને આધારે સર્વે થનાર હોય જિલ્લાના લોકોને સ્વચ્છતા પ્રત્ય જાગ્રત કરવા જિલ્લામાં નાટક અને ભાવાઈ, કથપુટડીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમા તાપી જિલ્લામાં તારીખ તારીખ-1 ઓગસ્ટ-૨૦૧૮ થી ૩૧ ઓગસ્ટ-૨૦૧૮ સુધી સ્વચ્છ ભારત મિશન હેઠળ જિલ્લામા સ્વચ્છતાને આધારે થનાર સર્વે વિશે લોકોને માહિતિ આપવામાં આવી રહી છે. આ સિવાય જાહેર સ્થળોએ લોકોને સ્વચ્છતા જાળવવા વિશે સમજવવામા આવી રહ્યુ છે. આ સિવાય, સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ શાળા, આંગણવાડી, હાટ બજાર તથા અન્ય જાહેર જગ્યાઓ ઉપર સફાઈના ગુણ આપવામાં આવનાર હોય એવી જગ્યાઓ ઉપર જાહેર જનતા સાથે મળી સફાઈ યોજાય રહી છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ (ગ્રામિણ) - ૨૦૧૮ મા સાર્વજનિક સ્થળોના નિરીક્ષણ દરમિયાન કચરાનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ના હશે તો તે ગામ અને જિલ્લાના સ્થળ દિઠ 2 ભારાંક ઘટાડો થશે.

તાપી જિલ્લામાં સ્વચ્છતા મિશન હેઠળ નાટક ભજવી જાગૃતતાનો પ્રયાસ.

X
ભવાઈ ભજવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App