તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બસ સ્ટેન્ડની પરબ પર પાણી વિના તરસે રહેતા મુસાફરો

બસ સ્ટેન્ડની પરબ પર પાણી વિના તરસે રહેતા મુસાફરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લા મુખ્યવડા મથકે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પરબમાં પાણીના અભાવે મુસાફરો માટે પીવાની સમસ્યા સર્જાઈ રહી છે. હાલમાં કાળઝાળ ગરમીમાં મુસાફરોએ નાછુટકે પૈસા ખર્ચી પાણી મેળવી તરસ છીપાવી પડે છે. મુસાફરો દ્વારા વારંવાર એસટી તંત્રમાં ફરિયાદ કરવા છતાં એક મહિનાથી પાણીની મુશ્કેલી દૂર થતી નથી. આથી મુસાફરોમાં રોષ વ્યાપી રહ્યો છે. તાકીદે પીવાના પાણીની મુશ્કેલીનો તંત્ર દ્વારા નિવેડો લાવે એવી માંગ ઉઠી છે.

અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા નગર ખાતે આવેલા નવા બસસ્ટેન્ડ પર દિવસભરમાં હજારો મુસાફરો વિવિધ સ્થળોએ અવરજવર કરવા માટે ઉપયોગ કરે છે. લાખો રૂપિયાની આવક રળી આપતાં બસ સ્ટોપ પર મુસાફરોની સુવિધા વધારવા એસટી તંત્ર દ્વારા પીવાના પાણીની પરબ બનાવી છે, જેના થકી મુસાફરોને તરસ વિનામૂલ્યે છીપાવતા હતાં.

છેલ્લા એક મહિનાથી પીવાના પાણની પરબ મુસાફરો માટે શોભાના ગાંઠિયા સમાન બની જતાં મુસાફરોની હાલાકી વધારી દીધી છે. તેમાં પણ એક સપ્તાહથી કાળઝાળ ગરમીમાં વધારો થયો છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે પરબ પર પાણી વિના મુસાફરોએ વિલા મોઢે પરત થવું પડે છે.

બાબતે મુસાફરોએ વારંવાર એસટી તંત્રને રજૂઆત કરી છે. આમ છતાં કોઈ પગલાં ભરાયા નથી. હાલમાં પરબ પર પાણી આવતાં પંથક ગરીબ આદિવાસી મુસાફરોની હાલત કફોડી બની છે. નાછૂટકે ગરમીમાં તરસ છીપાવવા માટે નાણા ખર્ચી પાણી પીવું પડી રહ્યું છે. એસટી તંત્ર બાબતે ગંભીરતા દાખવી તાકીદે મુસાફરોને પાણીનું સુવિધા ઉપલબ્ધ કરે એવી માંગ મુસાફરોમાં ઉઠી છે.

નાછૂટકે રૂપિયા ખર્ચીને પાણી પીવું પડે છે

બસસ્ટેન્ડમાં પરબ પર પાણી આવતું નથી. જેના કારણે રૂપિયા ખર્ચીને પાણીના પાઉચ અને બોટલો ખરીદી પાણી પીવું પડે છે. વ્યારા બસ સ્ટેન્ડ ખાતે પાણી મળી રહે તે માટે તાકીદે આયોજન કરે જરૂરી છે. હાલમાં તો ભાદરવામાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે લોકોને પીવાના પાણીની ભારે તકલીફ પડે છે. આથી સ્થાનિક પાલિકા તંત્રએ પણ બાબતે પરબ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. ત્યારે અહીં તાકીદે પીવાના પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માગ છે. > કલ્પેશગામીત, મુસાફર,વ્યારા

ઉસકી ટોપી ઉસકે સર

વ્યારામાંઆવેલા બસ સ્ટેન્ડ ખાતે આવેલી પરબમાં લગાવેલા નળમાં પાણીનો પ્રવાહ ઘણો ઓછો આવી રહ્યો છે. આથી પાણી થોડો સમયમાં ખતમ થઈ જાય છે. જેથી બાબતે નગરપાલિકામાં લેખિત જાણ