તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાપી જિ.પંચાયતની કારોબારીમાં વિકાસકામોનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિ.પંચાયતની કારોબારીમાં વિકાસકામોનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા પંચાયતની કારોબારી સભા જિલ્લાપંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરીના આગેવાની વ્યારા ખાતે જિલ્લા સેવાસદનમાં મળી હતી. જેમાં વિવિધ કામોની ચર્ચા કરાઈ હતી. મહત્વના કામોમાં એનએ ની 05 ફાઈલો અને 73એએની 20 ફાઈલોને મંજૂરી મળી હતી. તેમજ ડોલવણ અને વ્યારા તાલુકામાં બે રસ્તા મંજુર કરાયા હતા અને વ્યારાનગર ખાતે જૂની રેફરલ વારી જગ્યામાં કોર્મશીયલ પ્રોજેક્ટ અને જિલ્લા સેવા સદન પાસે બસસ્ટેન્ડ બાબતે ઠરાવ કર્યો હતો. તાપી જિલ્લા પંચાયતની કારોબારી સભા જિલ્લા સેવાસદન ખાતે વ્યારા મળી હતી. જેમાં તાપી જિલ્લાના માર્ગોના કામો તેમજ જમીન મહેસુલને લગતા કામો સહિત વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં 2017-18ના વિકાસના કામો અને આયોજનોના કામો અંગે કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરી દ્વારા ચર્ચા વિચારણા કરાઈ હતી. સાથે મિટિંગ તાપી જિલ્લા ખાતે વિવિધ તાલુકામાંથી જમીન માટે એન એની મંજૂરી માટે કુલ 5 દરખાસ્તો આવી હતી. જેમાં 5 એનએની ફાઈલો મંજુર કરાઈ હતી. અને73 એએ કુલ 23 ફાઈલો આવી હતી જેમાં 20ને મંજૂરી મળી હતી. સાથે વ્યારા અને ડોલવણમાં બે તાલુકામાં 70 લાખના ખર્ચે 2 રસ્તા મંજુર કરાયા હતા. સાથે કારોબારી મિટિંગમાં અઘ્યક્ષ મુકેશભાઈ ચૌધરી સ્થાનેથી બે ઠરાવ નક્કી કરાયા હતા.

જિ.પં.ની જગ્યામાં કમર્શિયલ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો