• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • ‘જય જગન્નાથ’ના નાદથી આખું વ્યારા નગર ગૂંજી ઉઠ્યું

‘જય જગન્નાથ’ના નાદથી આખું વ્યારા નગર ગૂંજી ઉઠ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના વ્યારા નગર બે વર્ષ ભગવાન જગન્નાથ રથયાત્રાની શરૂઆત કરાય હતી. જે આ વર્ષે પરંપરા ચાલુ રહેતા વ્યારા નગર હિન્દુ સંગઠન અને ભાવિક ભકતો દ્વારા વ્યારા નગર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા બપોરે વ્યારા નગરના ફડકે નિવાસ ખાતેથી બપોરે 4 કલાકે યાત્રાનું પ્રસ્થાન પાલિકા પ્રમુખ મહેરનોઝભાઈ જોખી અને આગેવાનોના હસ્તે કરાયું હતું. વરસતા વરસાદ ભાવિક ભક્તો દ્વારા જય જગન્નાથ ના નાદ સાથે રથયાત્રા નગર ફરી હતી. જ્યાં વિવિધ સ્થળો ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલપંથક સાથે નીકળનાર યાત્રા નગરજનોનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. રથયાત્રાની સાંજે મહાદેવ સૌમિલ ખાતે પુર્ણાહુતી કરાઈ હતી. ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં વ્યારા તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. રથયાત્રા દરમિયાન વરસાદે ભક્તોમાં ઉત્સાહ વધાર્યો હતો.

વ્યારામાં ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રા અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તજનો.

આ રૂટ પરથી રથયાત્રા પસાર થઇ
વ્યારા નાગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નગર ના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાક્રિષ્ન મંદિરથી મુખ્ય માર્ગથી નીકળી હતી. જેયાત્રા નું સામૈયું સુરતીબઝાર ખાતે પાલિકા ના સભ્યો અને નગરજનો અને વણિક સમાજ ના આગેવાનો દ્વારા આરતી ઉતારી સ્વાગત કરાયું . જે બાદ યાત્રા મુખ્ય માર્ગ થઇ ને સ્ટેશન રોડ પર મહાદેવ સોમીલમાં આવેલ રાધાકૃષ્ન મંદિર પાસે આરતી બાદ મહાપ્રસાદિ લીધા ભક્તો છુટા પડ્યા હતા.

વરસાદને કારણે ભક્તોનો ઉત્સાહ વધ્યો
વ્યારા નગર માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા ઢોલ નાગર ,અને બેન્ડ વાજા ના સથવારે નીકળી હતી તે દરમિયાન વરસાદે આગમન કરતા નગરજનો ના ઉત્સાહ વધી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...