વ્યારા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતી દક્ષિણ ગુજરાત વીજકંપની ની અલગ અલગ પેટા કચેરી ને વીજળીને લગતા પ્રશ્નોની જાણકારી અને નિરાકરણ માટેનો લોક દરબાર વ્યારા ખાતે એમડી આન્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સાથે લોક દરબાર યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના કુલ 59 પ્રશ્નોની જીઈબી ગ્રાહકો દ્વારા ફરિયાદ કરાઈ હતી. જેના 21 પ્રશ્નો સ્થળ પર નિકાલ કરાયો. જયારે બાકીના પ્રશ્નો બાબતે જલદી નિરાકરણ માટે આયોજન કરાયું છે.
વ્યારા ખાતે આવેલ ઓડિટોરિયમ હોલ ખાતે વ્યારા વિભાગીય કચેરીની લોક દરબારમાં ગ્રાહકોના પ્રશ્નોના નિરાકારણ માટે કરાયેલા આયોજનમાં કંપનીના એમડી આન્દ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં મુખ્ય ઈજનેર આર કે. પુરોહિત, સુપરિન્ટેન્ડન્ટ ઈજનેર પી.પી. ચૌધરી કાર્યપાલક ઈજનેર જે. એન. પટેલ તેમજ મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા સહિત પંથકના વિવિધ આગેવાનો જીઈબીના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. જેના એમ ડી આન્દ્રા અગ્રવાલ દ્વારા ડીજીવીસીએલ કંપનીની વિવિધ યોજના અને કામ કરવાની પદ્ધતિનું માર્ગદર્શન આપ્યું હતું.
તાપી જિલ્લા ખાતેથી ડીજીવીસીએલને લગતા કુલ 59 પ્રશ્નો લોક દરબારમાં આવ્યા હતા. જેમાં 21 પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરી દેતા વીજ ગ્રાહકોમાં આનંદની લાગણી છવાઈ હતી. સાથે બાકી રહેલ 38 પ્રશ્નો અંગે સંબંધિત અધિકારી ઓ પાસે નોંધ કરાવી જલદી નિરાકરણ કરવા સૂચના અપાઈ હતી.
વ્યારામાં વીજકંપનીનો લોકદરબાર યોજાયો હતો. જેમાં 59 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો