તાપી પોલીસ ક્રિકેટ ટૂર્નામનેટ માં ડોલવણ પોલીસ ની ટિમ વિજેતા બની

વ્યારા | તાપી જિલ્લા ખાતે વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કર્મી માટે વ્યારામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:11 AM
Vyara News - latest vyara news 041110
વ્યારા | તાપી જિલ્લા ખાતે વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કર્મી માટે વ્યારામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઇનલમાં પોલીસ હેડ કવાર્ટર વ્યારા અને ડોલવણ પોલીસની ટીમ આવી હતી. જેમાં ડોલવણ પોલીસને ભવ્ય વિજય થયો હતો. વ્યારા ખાતે પોલીસ પરિવારની મેચ જોવાં લોકો ઉમટ્યા હતા. તાપી જિલ્લા પોલીસ વડા એન. એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસકર્મીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. વ્યારા ખાતે વેર 2 નજીક આવેલા ગ્રાઉન્ડ પર પોલીસ કર્મીઓની મેચો રમાઈ હતી. જેમાં તાપી જિલ્લાની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં પોલીસ હેડ ક્વાર્ટર વ્યારા અને ડોલવણ પોલીસ વચ્ચે રમાઈ હતી. જેમાં પોલીસ હેડ કવાર્ટર દ્વારા 66 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ડોલવણ પોલીસ 7 વિકેટે 67 રન બનાવી દેતા તેમનો વિજય થયો હતો.

X
Vyara News - latest vyara news 041110
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App