સિટિઝન પોર્ટલથી પોલીસ સેવાઓ ઓનલાઇન મળશે

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:11 AM IST
Vyara News - latest vyara news 041106
પોલીસ વિભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઇન ઘરબેઠા પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા સિટિઝન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેની લિંક https://gujhome.gujarat.gov.in/portal પર ઉપલબ્ધ છે. સિટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ ૧૬ સેવાઓ ઓનલાઇન મેળવી શકશે. આ સેવાઓનો ઉપયોગ કરવા માટે પોર્ટલમાં પોતાની નોંધણી કરાવવા પોતાનું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર વગેરે માહિતી આપવાની રહેશે. નોંધણી થકી નોંધણી કરાવનાર દરેક નાગરિકને યુનિક યુઝર નેમ તથા પાસવર્ડ મળી રહેશે.

આ પોર્ટલ દ્વારા ઇ-ગુજકોપ એપ્લિકેશનમાં નોંધાયેલા એફ.આઇ.આરની માહિતી પરથી સામાન્ય જનતા એફ.આઇ.આરની કોપી, કોઇ પણ નાગરિક પોતાની અરજી તથા અન્ય માહિતી, ચોરાયેલ/ગુમ થયેલ મિલકતની અરજી, ગૂમ થયેલ વ્યક્તિની અરજી પણ ઓનલાઇન આપી શકશે. કોઇ પણ નાગરિક સિનીયર સીટીઝનની નોંધણી, ડ્રાયવર, સ્થાનિક મદદનીશ (ઘરઘાટી) કે ભાડૂઆતની નોંધણી કરાવી શકશે.

X
Vyara News - latest vyara news 041106
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી