ખુશાલપુરા પાસે બાઈક થાંભલા સાથે અથડાતાં ચાલકનું મોત

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:11 AM IST
Vyara News - latest vyara news 041103
વ્યારાથી બારડોલી તરફ જોડતા હાઇવે નં 53 પર ગતરોજ મહારાષ્ટ્રથી સુરત મોટરસાયકલ પર ઘરે જતા બે ઈસમોને વ્યારા તાલુકાના ખુશાલપુરા ખાતે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ચાલક દ્વારા મોટરસાયકલ પર કાબુ ગુમાવતા રોજની બાજુમાં સિમેન્ટની રેલીગ સાથે અથડાવી દેતાં અકસ્માત બન્યો હતો. જેમાં ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા થતા સ્થળ પર મરણ ગયા હતા. જયારે પાછળ બેઠેલા ઈસમને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. બનાવ અંગે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સુરત ખાતે મોરાભાગળ હિતેન્દ્રનગર પાસે સાગરભાઈ સુરેશભાઈ કદમ રહે છે. ગતરોજ તેઓ પોતાની મોટરસાયકલ નં (GJ-05 PJ-7893) લઇને સુરતથી સીરપુર તાલુકાના થાઈનેર ગામ કામકાજ અર્થે ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે આશિષભાઈ નામના ઈસમને બેસાડી લઇ પરત સુરત ખાતે નીકળ્યા હતા. તે સમયે વ્યારાથી બારડોલી માર્ગ પર વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમ પાસે પસાર થતી વેળા માર્ગ નજીક રેલિંગ સાથે મોટર સાયકલ અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં ચાલક સાગરભાઈ માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલા આશિષભાઇને શરીરે ગંભીર ઇજા પોહચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે શિવાજીભાઈએ ફરિયાદ કરતા તપાસ વ્યારા પોલીસ કરી રહી છે.

X
Vyara News - latest vyara news 041103
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી