• Gujarati News
  • National
  • એના ગામની હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

એના ગામની હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એના કેળવણી સમિતી સંચાલિત સરદાર પટેલ વિદ્યાલય એનામાં 16 જાન્યુયઆરી મંગળવરના રોજ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાના ધોરણ 5થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લઈ 102 જેટલી કૃતિઓ બનાવીને સપલતા પૂર્વક રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ આધૂનિક જમાનાના અનેક પ્રશ્નો હલ દર્શવતી કૃતિઓ બનાવીને સૌને આશ્ચર્ય ચકિત કર્યા હતાં. જેમકે સ્પેશ શટર, પૃથ્વીની પ્રતિકૃતિ, લાઈટ ટ્રેપ, ડીએએ , સ્માર્ટ હોમ સોલર વિલેજ, ટપક સિંચાઈ, વાઈફાઈ, કાર, હાઈડ્રોલીક બ્રીજ, ફાયર એલાર્મ, ટ્રી શીફ્ટર વગેરે જેવા નમૂના પ્રસંશનીય બની રહ્યાં છે. આ પ્રદર્શનને નિહાળીને વિદ્યાર્થીઓને પ્રાત્સાહન પુરુ પાડવા માટે એના કેળવણી મંડળ સમિતી એના ઉપપ્રમુખ મોહનભાઈ બી. પટેલે ગત વર્ષની માફક આ વર્ષે પણ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રથમ ક્રમાંકિત કૃતિના બાળ વૈજ્ઞાનિકોને રોકડ પુરસ્કાર સ્વરૂપે 1100 રૂપિયાની જાહેરાત કરી હતી. સવારે 11.00થી સાંજે 5.00 વાગ્યા સુધી પ્રદર્શન નિહાળવા માટે વાલીઓ તથા વિદ્યાર્થીઓનો ધસારો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...