તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેલ મહાકુંભમાં તાપી જિ. પંચાયતના પ્રમુખનું આમંત્રણ પત્રિકામાં નામ નહીં

ખેલ મહાકુંભમાં તાપી જિ. પંચાયતના પ્રમુખનું આમંત્રણ પત્રિકામાં નામ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે હાલ ચાલી રહેલી ખેલ મહાકુંભ 2016નું ગતરોજ તાપી જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન હસ્તે કરાયું હતું. જોકે, રાજ્યકક્ષાના મહિલા કબડ્ડી સ્પર્ધાના કાર્યક્રમ તાપી પંચાયત પ્રમુખની બાદબાકી કરી દેતા રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા ખાતે ખેલ મહાકુંભ 2016 અંતર્ગત ગુજરાતરાજ્યની રાજ્યકક્ષા કબડ્ડી સ્પધા (ઓપન વય જૂથ બહેનો)ની વ્યારા ખાતે સયાજી ગ્રાઉન્ડ પર ગત રોજ તાપી જિલ્લા કલેક્ટર બી.સી.પટનીના અઘ્યક્ષસ્થામાં શરૂ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની 82 ટીમમાં 984 મહિલા સ્પર્ધકો ભાગ લેશે. 6 દિવસ સુધી સ્પર્ધા ચાલુ રહેશે પરંતુ તાપી જિલ્લા ખાતે મહિલા કબડ્ડીની સ્પર્ધા હોય તાપી જિલ્લાના પ્રથમ નાગરિક ગણાતા અને તાપી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ગજરાબહેન ચૌધરીને આમંત્રણ આપતા તેમજ આમંત્રણ પત્રિકામાં ક્યાંય નામનો ઉલ્લેખ કરતા તાપી જિલ્લા ખાતે રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો હતો.

અધિકારીની જવાબદારી

^આમંત્રણપત્રિકામાં તાપી જિલ્લા પ્રમુખનું નામ છપાયું જે બાબતની જવબદારી જિલ્લા રમત ગમત અધિકારીની છે. > એ.કે. કલસરિયા, નોડલઅધિકારી

ઉદ્ધઘાટનમાંઆમંત્રણ નહીં

^રાજ્યકક્ષાનીમહિલા કબડ્ડી સ્પર્ધા હોય અને પોતે મહિલા હોય તેમ છતા પક્ષને ધ્યાને લઇ ઉદ્ધઘાટનમાં આમંત્રણ અપાયું નથી. > ગજરાબહેનચૌધરી, તાપીજિલ્લા પંચાયત પ્રમુખ

પ્રમુખની બાદબાકી કરી દેતાં રાજકીય માહોલમાં ગરમાટો

અન્ય સમાચારો પણ છે...