તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા |ભારત સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટોની બંધીને

વ્યારા |ભારત સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટોની બંધીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |ભારત સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટોની બંધીને કારણે લોકો ત્રસ્ત થયા છે. ત્યારે સમસ્યાના નિરાકરણ માટે વ્યારા ધારાસભ્ય પુનજીભાઈ ગામીતના આગેવાનીમાં વિવિધ કોંગ્રેસીઓ દ્વારા વ્યારા મામલતદારને આવેદન આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી. આવેદનમા જણાવ્યુ હતુ કે, હાલનોટ બંધ કરી દેવાતા નવી નોટ લાવવામા સરકાર ઉણી ઉતરી રહીછે. નાણા હોવા છતા લોકો હેરાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા જેટલા નાણા ફિકસ કરવામા આવ્યા છે તેટલા પણ આપવામા આવતા નથી. તેમજ બેંકો માથી માત્ર 2000ની નોટ નિકળી રહી છે. તેના કારણે છુટા કરવામા પારાવાર હેરાનગતી થઈ રહી છે. પ્રજા જ્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે પ્રસંગે ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતે જાણાવ્યું કે સરકાર જાહેરાત કરે તેટલા રૂપિયા આપતી નથી. જેને લઈ પ્રજા હાલાકી ભોગવી રહી છે. હાલ તાપી જિલ્લા ખાતે નોટબંધીના કારણે પરિસ્થિતિ ખુબ મુશ્કેલીભરી બની રહી છે.

સરકાર જાહેરાત કરે તેટલા રૂપિયા આપતી નથી : ધારાસભ્ય પુનાજી

અન્ય સમાચારો પણ છે...