• Gujarati News
  • National
  • વ્યારામાં લેઉવા પાટીદાર સમાજની વાર્ષિક સભા મળી

વ્યારામાં લેઉવા પાટીદાર સમાજની વાર્ષિક સભા મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારા નગર ખાતે રહેતા લેઉવા પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ વ્યારા નગરના રામજી મંદિરે મળી હતી. ચાલુ વર્ષ માટે નવા પ્રમુખ તરીકે સંજયભાઈ સતિષભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે જિગરભાઈ સુરેશભાઈ પટેલ અને મંત્રી તરીકે અમિષભાઈ ગોવિંદભાઇ પટેલની વરણી કરાઈ હતી. વાર્ષિક સાધારણમાં ઉપસ્થિત સ્થાનિક અને એનઆરઆઈ આગેવાનોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા સમાજના વિકાસ માટે તમામ લોકોનો સહકારની માંગણી કરી હતી. સાથે સ્થાનિક અને એનઆરઆઈ સમાજ ના આગેવાનો દ્વારા સમાજના ઉત્થાન અને વિવિધ આયોજનો અંગે ચર્ચા કરી હતી. વ્યારાના વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યા પટેલ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...