‘તનની શાંતિ માટે યોગ અને મન ની શાંતિ માટે કથા શ્રવણ’

વ્યારા નગરમાં ભાગવતકથાનો પ્રારંભ થયો

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:05 AM
Vyara - latest vyara news 040545
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે પિતૃ ઓ ના મુક્તિ માટે કથાકાર મેહુલભાઈ જાની દ્વારા વ્યાસ પીઠ બિરાજી શ્રીમદ્ ભાગવત કથા આરંભ કર્યો હતો. કથા ની પોથીયાત્રા માં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

વ્યારા ખાતે ચાલી રહેલી કથા માં વ્યાસ પીઠ પર થી કથાકાર મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત એ ભક્તિ મય ગ્રંથ છે. જેનું હજારો જન્મનું પુણ્ય ભેગું થયું હોય તે જ ભાગવત કથા વંચાવી અને સાંભળી શકે છે. જેમ તન ની શાંતિ માટે યોગ અને કસરત કરી મેળવી શકાય છે એમ મનની શાંતિ માટે કથા સાંભળવી જરૂરી છે. આગામી 7 દિવસ ચાલનારી ભાગવત કથા માં અમૃતભાઈ ચૌધરી તથા કૃષ્ણ પરિવાર દ્વારા વ્યારા તથા આસપાસના ભાવિકો ભક્તોને ભાવભર્યું આમંત્રણ અપાયું છે.

X
Vyara - latest vyara news 040545
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App